મેઘો અનરાધાર! આ વિસ્તારમાં આગામી 4 દિવસ સુધી ખાબકશે અતિભારે વરસાદ- માછીમારોને દરિયો ના ખેડવા સૂચન

ગુજરાત(Gujarat): રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી 5 દિવસ રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં અતિભારે વરસાદ(Heavy rain) ખાબકશે.

આગામી 5 દિવસ માછીમારોને દરિયો ના ખેડવા સૂચન:
ગુજરાતના વલસાડ, સુરત, દાદર નગર હવેલી, સોમનાથ, દ્વારકા, જૂનાગઢ, ભાવનગર અને કચ્છમાં ભારે વરસાદ ખાબકશે. જયારે બનાસકાંઠા અને સાબરકાંઠામાં હળવો વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદમાં આજે સાંજ સુધીમાં સારો એવો વરસાદ ખાબકી શકે છે. સાથે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે માછીમારોને દરિયામાં ન જવા પણ સુચના આપી દેવામાં આવી છે.

9 જુલાઈએ આ વિસ્તારોમાં વરસાદની આગાહી:
9 જુલાઈના રોજ રાજ્યમાં કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, મોરબી, નવસારી, વલસાડ, ડાંગ, જૂનાગઢ, સુરત અને તાપીમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

10 જુલાઈએ આ વિસ્તારોમાં વરસાદની આગાહી:
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, 10 જુલાઈએ દ્વારકા, પોરબંદર, વલસાડ, જૂનાગઢ, મોરબી,રાજકોટ, તાપી, સુરત અને ડાંગમાં વરસાદ ખાબકી શકે છે.

11 અને 12 જુલાઇએ આ વિસ્તારોમાં વરસાદની આગાહી:
હવામાન વિભાગની આગાહી અનુસાર, 11 જુલાઈના રોજ આખા ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે 12 જુલાઇના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચક્રવાત સાથે ભારે વરસાદ પડશે. તો 11 અને 12 જુલાઇએ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે તે પ્રકારની આગાહી હવામાન દ્વારા કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *