પુરપાટ ઝડપે બે વર્ષના માસુમ પર ચડાવી દીધું પીકઅપ વાન- માથું ફાટી જતા ઘટના સ્થળે જ મોત

વડોદરા(Vadodara): અકસ્માતો (Accident)ની સંખ્યા ખુબ જ વધી રહી છે. અકસ્માતને કારણે કેટલાય નિર્દોષ લોકો પોતાના જીવ ગુમાવતા હોય છે. હાલ આવી જ ઘટના સામે આવી છે. પોરની આશીષ સોસાયટીમાં એચ.પી.ગેસ એજન્સી (HP Gas Agency)ની મહેન્દ્રા બોલેરો(Mahendra Bolero) પીકઅપ ગાડીના ડ્રાઈવરે રિવર્સમાં ગાડી હંકારી 2 વર્ષના માસુમ બાળકને અડફેટે લીધો હતો. જેથી બાળકનું ટાયર નીચે માથુ આવી જવાથી ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. હાલ પોલીસ દ્વારા ગાડીના ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.

મળતી માહિતી અનુસાર, મૃતકના પિતા નિખીલભાઈ કાંતીભાઈ ગાંધી (37) પોર કોઠારી ક્રિષ્ટલ કોમ્પલેક્ષમાં મહાદેવ ઈલેક્ટ્રીકલ નામની દુકાન ચલાવે છે. પિતાએ જણાવ્યું હતું કે, હું મંગળવારના રોજ સવારે 9 વાગ્યાની આસપાસ મારૂ બાઈક લઈને દુકાને આવ્યો હતો. ઘરે પત્ની વૈભવી અને 2 વર્ષનો દિકરો જૈનીલ ગાંધી અને દિકરી હેત્વી હતા. દુકાન પર બપોરે સવા બાર વાગે મારી પત્નીનો મારી પર ફોન આવ્યો અને તેને જણાવ્યું કે, દિકરો જૈનીલ બપોરના 12 વાગે ઘરેથી નીકળી ઘરની સામે રહેતા કાકા અશોકભાઈના ઘરે જઈ રહ્યો હતો.

આ દરમિયાન સોસાયટીમાં એચ.પી.ગેસ એજન્સીની પીકઅપ ગાડી બોટલ આપવા આવી હતી. તે સમયે ડ્રાઈવરે ગાડી રીવર્સમાં પુરઝડપે હંકારતા જૈનીલ અડફેટે આવ્યો હતો. જેમાં ગાડીનું પાછળનું ડ્રાઈવર સાઈડનું પૈડુ જૈનીલના માથા પર ચઢાવી દેતા તેનું માથુ ફાટી ગયું હતું. અને ઘટનાસ્થળ પર જ તેનું મૃત્યું નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલીક પણે ઘટનાસ્થળે પહોચી હતી. પોલીસ દ્વારા ગાડીના ચાલકની ધરપકડ કરવામાં આવી હતી. વ્હાલસોયા દીકરાના મૃત્યુથી માતા-પિતા સહીત સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *