Uttarakhand Heavy Rain: ઉત્તરાખંડમાં બીજીવાર ભારે મેઘમહેર વચ્ચે રૂદ્રપ્રયાગમાં કેદારનાથ યાત્રાના મુખ્ય સ્ટોપ ગૌરીકુંડમાં મોડી રાત્રે ભારે વરસાદને કારણે તબાહી મચી ચુકી છે. આ જગ્યા પર પહાડી પરથી કાટમાળ પડતાં બે દુકાનો ધરાશાયી થઈ ચુકી છે.દુર્ઘટના સમયે ઘણા લોકો દુકાનોમાં સૂતા પણ હતા.ગૌરીકુંડના(Uttarakhand Heavy Rain) સેક્ટર ઓફિસરે જણાવ્યું છે કે,આ કાટમાળ નીચે ઘણા લોકો દટાયા છે. SDRF પાસેથી મળેલી માહિતી મુજબ લગભગ 13 લોકો લાપતા થયા છે. જેમાં નેપાળી અને સ્થાનિક લોકોનો સમાવેશ થાય છે.
વરસાદના કારણે મંદાકિની નદીમાં ગાબડું પડ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ભારે વરસાદને કારણે પોસ્ટલ કલ્વર્ટની સામે ભૂસ્ખલન થયું છે. મોડી રાત્રે જ NDRF અને SDRF દ્વારા બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.જોકે વરસાદના કારણે બચાવ કામગીરીમાં ઘણી મુશ્કેલી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રુદ્રપ્રયાગમાં દિવસભર ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી રહી છે. બીજી તરફ 5 ઓગસ્ટે હળવો વરસાદ અને 6 ઓગસ્ટે ફરીથી ભારેથઈ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
Disaster Management Officer, Dalip Singh Rajwar says, “We got information that 3 shops were affected because of falling rocks and heavy rainfall…The search operation was started immediately. It was said that around 10-12 people were there but till now they have not been… pic.twitter.com/QSUuPHDfcE
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 4, 2023
એક જ પરિવારના છ લોકો ગુમ
આશુ ઉમર 23 વર્ષ, જુનાઈનો રહેવાસી જાહેરાત,પ્રિયાંશુ ચમોલા, 18 વર્ષ, અગસ્તમુનિ, તિલવાડાનો રહેવાસી,રણવીર સિંહ, ઉંમર 23 વર્ષ, અગસ્તમુનિ, તિલવાડાનો રહેવાસી,અમર બોહરા, 28 વર્ષ, નિવાલી જુમલા, નેપાળ,અનીતા બોહરા, ઉંમર 26 વર્ષ, અમર બોહરાની પત્ની,સલિકા બોહરા, ઉંમર 14 વર્ષ, અમર બોહરાની પુત્રી,પિંકી બોહરા, ઉંમર 8 વર્ષ,પૃથ્વી બોહરા, ઉંમર 7 વર્ષ, વિનોદ, ઉંમર 26 વર્ષ, ભરતપુર, રાજસ્થાનનો રહેવાસીમુલાયમ સિંહ નિવાસી ફતેહપુર સીકરી આગ્રા,અને એક વ્યકિતની ઓળખ હજી બાકી છે.
ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર
હવામાન વિભાગ અનુસાર ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં 6 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગે ગુરુવારે બાગેશ્વર, નૈનીતાલ અને ચંપાવત જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. તેમણે અહીં ભારે વરસાદની પણ આગાહી કરી હતી. એલર્ટના કારણે ત્રણેય જિલ્લામાં ધોરણ 12 સુધીની શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ કરી દેવામાં પણ આવ્યા છે. દેહરાદૂન, હરિદ્વાર, પૌરી અને ઉધમ સિંહ નગર માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
Uttarakhand | According to information received from District Administration Uttarkashi, Gangotri National Highway, 500 m ahead of Bhatwadi is closed for traffic since today morning due to falling debris. As a result, the devotees of Gangotri Dham Yatra are stranded on the route. pic.twitter.com/P6qFBLv3yB
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 3, 2023
દિલ્હી-નોઈડામાં ઝરમર વરસાદ
અને બીજી તરફ દિલ્હી અને નોઈડાના ઘણા વિસ્તારોમાં હળવા ઝરમર વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે 5 ઓગસ્ટે દિલ્હીમાં મધ્યમ વરસાદ અને નોઈડામાં ભારે વરસાદની આગાહી પણ કરી છે. હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાયમેટે પણ કહ્યું છે કે, દિલ્હી અને એનસીઆર પ્રદેશમાં વરસાદની ગતિવિધિઓ વધુ તીવ્ર બનવા જઈ રહી છે.
ચોમાસું 6 ઓગસ્ટની વચ્ચે દેખાશે કારણ કે રાષ્ટ્રીય રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં થોડો વરસાદ પડી શકે છે. મધ્યમ વરસાદ દેશના ભાગોમાં થવાની સંભાવના છે. ભારે વરસાદ ખાસ કરીને 4 ઓગસ્ટ અને 6 ઓગસ્ટના રોજ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, ત્યારબાદ વરસાદ ધીમે ધીમે ઓછો થઈ જશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube