ગુજરાત હાઈકોર્ટ- આજથી હેલ્મેટ ફરજીયાત, જો હવે હેલ્મેટ વગર પકડાયા તો…

રાજ્ય સરકારે 4 ડિસેમ્બર ના રોજ રાજ્યમાં સિટીમાં હેલ્મેટ મરજિયાતની જાહેરાત કરી હતી તે આજે ગુજરાત હાઈકોર્ટે રદ્દ ઠેરાવી છે. પહેલાની જેમ આજથી જ ગુજરાતમાં હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારે ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું હતું. જેમાં હેલ્મેટ મરજિયાતનો પરિપત્ર કર્યો નથી અને કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી. ફરજિયાત છે તેવું કહેવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્યમાં હેલ્મેટ મરજિયાત કરવાના રૂપાણી સરકારના નિર્ણય સામે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં એવી રજૂઆત કરાઇ હતી કે, સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટની કલમ 129 જોગવાઇ મુજબ દરેક રાજ્યમાં ટુ વ્હીલર ચલાવનાર અને પાછળ બેસનારને હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. ભારત સરકારના ફરજિયાત હેલ્મેટના કાયદામાં ગુજરાત સરકારે રાષ્ટ્રપતિની મંજૂરી લીધા વગર સુધારો કરી દીધો છે તે ગેરબંધારણીય નિર્ણય છે.

જે અંગે 28 જાન્યુઆરીએ હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં કોર્ટ સુનાવણી થઈ હતી. હેલ્મેટ અંગે ગુજરાત રાજ્ય સરકારને નોટીસ આપવામાં આવી હતી અને સોગંદનામું રજૂ કરવા આદેશ કરાયો હતો. હેલમેટના કાયદા અંગે સંજયે કહ્યું હતું કે, સરકાર લોકોના સુરક્ષાના મુદ્દે કાયદો હટાવી ન શકે તે માટે હાઈકોર્ટમાં અરજી કરીને વકીલ વગર જાતે જ કેસ લડ્યાં હતાં.

સુરતના બિઝનેસમેન સજીવ ઇઝાવાએ હાઇકોર્ટમાં રાજ્ય સરકારના મરજિયાત હેલ્મેટના નિર્ણય સામે જાહેરહિતની અરજી કરી છે. તેમણે એવી દલીલ કરી હતી કે, રાજ્ય સરકારે તેમની કેબિનેટ બેઠકમાં શહેરી વિસ્તાર માટે મરજિયાત હેલ્મેટનો સુધારો કર્યો છે તે નાગરિકોના હિત સાથે ચેડાં સમાન છે. ભારત સરકારે બનાવેલા કાયદામાં સુધારો કરતા પહેલા રાજ્ય સરકારે રાષ્ટ્રપતિની મંજૂરી લેવી જોઇએ. મંજૂરી મળ્યા બાદ નોટિફિકેશન બહાર પાડીને કાયદાનો અમલ કરી શકાય છે. સરકારે માત્ર રાજકીય હિત જોખમાતું હોવાના કારણે શહેરી વિસ્તારના લોકોના જીવને નુકસાન થાય તેવો નિર્ણય લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *