પ્રવાસી મજૂરો પોતાના ઘરે પાછા જવાની આનાથી દયનીય તસવીર કદાચ તમે પહેલાં નહીં જોઈ હોય. બાલાઘાટનો એક મજૂર જે હૈદરાબાદમાં નોકરી કરતો હતો, ૮૦૦ કિલોમીટર દૂરથી એક હાથથી બનાવેલી લાકડાની ગાડીમાં બેસાડી પોતાની ૮ માસની ગર્ભવતી પત્ની સાથે બે વર્ષની દીકરીને લઈ ગાડી ખેંચતા તે બાલાઘાટ પહોંચી ગયો. થોડાક અંતર સુધી તો આ મજૂરે પોતાની દીકરીને ઊંચકીને ચાલવાનું શરૂ કર્યું પરંતુ રસ્તો લાંબો હોવાના કારણે રસ્તામાં જ લાકડી અને વાંસના ટુકડા વડે તેણે એક ગાડી બનાવી અને તેને ખેંચતો પોતાની માસૂમ દીકરીને લઈ તે ૮૦૦ કિલોમીટર દૂર પગપાળા ચાલ્યો આવ્યો.
રોડ પર નાનકડી ગાડીમાં બે વર્ષની માસૂમ દીકરી ને ખેંચતો ચાલી આવી રહેલો રામુ નામનો આ મજૂર હૈદરાબાદથી તપતા તડકામાં 17 દિવસ પગપાળા ચાલી બાલાઘાટ પહોંચ્યો છે. સાથે જ ગર્ભવતી પત્ની પણ છે તેમણે જિલ્લાની સીમા પર જવાનોએ આ દંપતીને આવતા જોયા. માસૂમ દીકરીના પગમાં ચપ્પલ પણ ન હતા એટલા માટે પોલીસે તેમણે ખાવા માટે બિસ્કિટ અને ચંપલ આપ્યા પછી ત્યાંથી પોતાના ઘર સુધી એક પ્રાઇવેટ ગાડીની વ્યવસ્થા કરી આપી. મજૂરે જણાવ્યું કે ઘરે પાછા જવા માટેના તમામ રસ્તાઓ અપનાવી ચૂક્યો હતો, જ્યારે તે થાકી ગયો તો પગપાળા જ ચાલી નીકળ્યો.
बालाघाट का एक #मजदूर जो कि हैदराबाद में नौकरी करता था 800 किलोमीटर दूर से एक हाथ से बनी लकड़ी की गाड़ी में बैठा कर अपनी 8 माह की गर्भवती पत्नी के साथ अपनी 2 साल की बेटी को लेकर गाड़ी खींचता हुआ बालाघाट पहुंच गया @ndtvindia @ndtv #modispeech #selfreliant #Covid_19 pic.twitter.com/0mGvMmsWul
— Anurag Dwary (@Anurag_Dwary) May 13, 2020
લાંજીના sdop નીતેશ ભાર્ગવે કહ્યું કે અમે બાલાઘાટની બોર્ડર પર આ મજૂર મળ્યો જે પોતાની ગર્ભવતી પત્ની ધનવંતી સાથે હૈદરાબાદથી પગપાળા આવી રહ્યો હતો. સાથે તેની બે વર્ષની માસૂમ દીકરી પણ હતી જે આ હાથથી બનેલી ગાડીમાં ખેંચાઈને અહીંયા સુધી આવ્યા હતા. અમે અહીંયા દીકરીને ચપ્પલ આપ્યા અને ખાવા માટે બિસ્કીટ પણ આપ્યા અને સીમા સાથે જોડાયેલા ગામ સુધી એક પ્રાઇવેટ ગાડી થી તેઓને મોકલી આપ્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news