આપઘાતની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. તેમાં પણ ખાસ કરીને પ્રેમ પ્રકરણમાં જીવન ટૂંકાવવું સાવ સામાન્ય બાબત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હાલ આવી જ વધુ એક ઘટના સામે આવી છે. કરજણ તાલુકાના મિયાગામ (Miagam)માં દોઢ વર્ષના પ્રેમનો કરુણ અંત આવ્યો છે. પ્રેમીએ પ્રેમિકાને સાથે નહિ રહું એવુ કહેતા પ્રેમિકાએ ઓઢણીથી ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. આ અંગે હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
20 જુલાઇના રોજ યુવતીનો જન્મ દિવસ હતો:
મળતી માહિતી અનુસાર, મૂળ પંચમહાલ જિલ્લાના વડગામ હાલ કરજણ તાલુકાના મિયાગામ ખાતે રહે છે. જેના કારણે મિયા ગામ કરજણમાં રહેતો કલ્પેશ બુધાભાઈ મોરીને મનીષા નાયક સાથે આંખો મળી ગઇ હતી. કલ્પેશ મનીષાના ઘરેજ પતિ હોય તે રીતે ઘરજમાઇની જેમ રહેતો હતો.
20 જુલાઇના રોજ મનીષાનો જન્મ દિવસ હતો. જેથી મનીષાએ ફોટો પાડવા માટે કલ્પેશ પાસે મોબાઇલ માંગ્યો હતો. પરંતુ, કલ્પેશ મનિષાનો જન્મ દિવસ હોવા છતાં, ગુસ્સે થઈને મનીષાને મોબાઇલ આપી તેના ઘરે જતો રહયો હતો. આ પછી તા. 21 જુલાઈના રોજ બપોર ના 1 વાગ્યે કલ્પેશ મનીષાના ઘરે આવ્યો હતો. આ પછી મનીષા અને કલ્પેશ બંને વાતો કરતા હતા.
પ્રેમીના ફોન ઉપર અન્ય યુવતીનો ફોન આવ્યો:
આ દરમિયાન મનીષા પાસેના કલ્પેશના મોબાઈલ પર કોઈ છોકરીનો ફોન આવતા મનીષાએ સ્પીકર ચાલુ કરી વાત કરી હતી. ફોન કરનાર છોકરીને મનિષાએ કહ્યું કે તુ શું કામ કલ્પેશને ફોન કેમ કરે છે? તેમ કહેતા સામે વાળી છોકરીએ ફોન કાપી નાખ્યો હતો. મનીષાએ છોકરી વિશે કલ્પેશને પૂછતાં કલ્પેશ એકદમ ઉશ્કેરાઇ જઇને મનીષાને લાફો મારી દીધો હતો.
લાફો માર્યા બાદ કલ્પેશે મનીષાને જણાવ્યું કે, “હવે મારે તારી સાથેથી છૂટું થવું છે, ત્યારે મનીષાએ કહ્યુ કે તારે છૂટું જોઇએ છે તો મને કોણ રાખશે. તો કલ્પેશે મનીષાને કહ્યું કે તને કોઇ ના રાખે તો તું મરીજા” આમ કહી કલ્પેશ મનીષા પાસેથી પોતાનો મોબાઇલ લઈને ઘરે જતો રહ્યો હતો. જેના કારણે મનીષાએ આ પગલું ભર્યું હતું.
ગામના ગોચરમાં જઇ યુવતીએ ફાસો ખાઇ લીધો:
મનીષાએ ગામના ગોચરમાં જઈને ઝાડની ડાળી પર ઓઢણી વડે ફાંસો ખાઇ લીધો હતો. આ બનાવની જાણ પરિવારને થતાં પરિવાર ગોચરમાં દોડી ગયું હતું. અને દીકરીને ઝાડની ડાળી ઉપરથી ઉતારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ, તબીબોએ તેણીને મૃત જાહેર કરી હતી. હાલ આ અંગે પોલીસ દ્વારા કલ્પેશ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.