ગુજરાત(Gujarat): મયૂરસિંહ રાણા(MayurSingh Rana) પર કરવામાં આવેલ જીવલેણ હુમલા(Attack)ના કેસમાં સંડોવાયેલ લોકસાહિત્યકાર દેવાયત ખવડ(Devayat Khavad) દ્વારા ત્રણ દિવસ અગાઉ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી. આ જામીન અરજી હાઇકોર્ટે ફગાવી છે. કેસમાં ચાર્જશીટ ફાઈલ થયા બાદ અરજી કરી શકાશે તેવી હાઈકોર્ટે છૂટ આપી છે. મયુરસિંહ રાણા પર હુમલા કરવાના કેસમાં દેવાયત ખવડ છેલ્લા 55 દિવસથી જેલમાં બંધ છે. એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કલમ 307ના ગુનામાં દેવાયત ખવડ પોલીસ સમક્ષ હાજર થયા બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. દેવાયત ખવડ સાથે તેના બે સાગરીતોની પણ ધરપકડ કરવામાં આવી હતી.
અત્રે નોંધનીય છે કે, રાજકોટમાં દેવાયત ખવડ અને સાથીઓ દ્વારા મયૂરસિંહ રાણા પર હુમલો કરાયો હતો. આ મામલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશને દેવાયત ખવડ અને તેનાં સાથીદારો સામે ગુનો નોંધાયો હતો. જેમાં 10 દિવસ ફરાર રહ્યા બાદ દેવાયત ખવડે 10 દિવસ બાદ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. જે બાદ દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.19મી ડિસેમ્બરે ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગણી નહીં કરતાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરાયા હતા.
શું હતો મામલો?
ગત સાતમી ડિસેમ્બરના રોજ રાજકોટમાં દેવાયત ખવડ અને સાથીઓ દ્વારા મયૂરસિંહ રાણા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે એ-ડિવિઝન પોલીસ સ્ટેશને દેવાયત ખવડ અને તેનાં સાથીદારો સામે ગુનો દાખલ થયો હતો. જેમાં 10 દિવસ ફરાર રહ્યા પછી દેવાયત ખવડે 10 દિવસ બાદ પોલીસને સામેથી સરેન્ડર કર્યું હતું. જે પછી દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. 19મી ડિસેમ્બરના રોજ ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માંગણી નહીં કરવામાં આવતા ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા.
ત્યારબાદ એ ડિવિઝન પોલીસ દ્વારા કાવતરાની કલમ ઉમેરવા કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં કાવતરું રચીને દેવાયત ખવડ અને તેના સાથીઓએ મયુરસિંહ પર હુમલો કર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ કેસની તપાસ દરમિયાન પોલીસને મયુરસિંહની ઓફિસ નજીક રેકી કર્યાના CCTV ફૂટેજ પણ મળી આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેવાયત ખવડ અને તેના સાથીદારો દ્વારા થોડા દિવસ અગાઉ એક વ્યક્તિ પર જાહેરમાં હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં યુવકને હાથ અને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત થયેલા યુવક દ્વારા દેવાયત ખવડ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હતો. સર્વેશ્વર એપાર્ટમેન્ટ નજીક યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના અંગેની જાણ પોલીસને થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.