સુરત(ગુજરાત): અવારનવાર લોકો પોતાના જીવનથી કંટાળીને આપઘાત(Suicide) કરીને પોતાના જીવનલીલા સંકેલી લેતા હોય છે. તેવામાં આવું જ કઈક સુરતના લિંબાયત વિસ્તાર(Longevity area of Surat)માંથી સામે આવ્યો છે. આ બનાવમાં એક વ્યક્તિએ હાઈટેન્શન લાઈનના ટાવર(Towers of the hightension line) પર ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. તેને કારણે સમગ્ર પથકમાં ચકચાર મચી જવા પામી હતી.
કોમલસિંગ ગીરાસે(Komalsingh Girase) નામના ઈશ્વરનો મૃતદેહ ટાવર ઉપર લટકતો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાંથી પસાર થતા લોકો દ્રારા આ અંગે ફાયર વિભાગ(Fire Department)ને અને પોલીસ(Police)ને જાણ કરવામાં આવી હતી. આ વ્યક્તિ સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા સુભાષ નગર(Subhash Nagar) પ્લોટ નંબર 281 માં રહેતો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.
મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાનો રહેવાસી મૃતક કોમલસિંગ ગીરાસે હતો. તેના મૃતદેહને નીચે ઉતાર્યા પછી તેની ઓળખ કરવામાં આવી હતી. ત્યારે તેના આધાર કાર્ડ ઉપરથી તેની ઓળખ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા લિંબાયત પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ત્યારબાદ તેને આ અંગે તપાસ હાથ ધરી હતી. ડુંભાલ ફાયર સ્ટેશનની મદદથી તેના મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યો હતો. લિંબાયત પોલીસએ મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. લિંબાયત પોલીસ દ્રારા કોમલસિંગ ગીરાસે આપઘાત કર્યો છે કે હત્યા કરવામાં આવી છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. તેની ઓળખ થતાં જ પોલીસે તેની આસપાસના લોકોની પૂછપરછ કરી હતી.
લિંબાયત પોલીસે કોમલ સિંગની ઓળખ થતા જ તેના પરિવારનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે કોમલ સિંગ ગીરાસે પરિવારનો સંપર્ક કરતા પરિવારજનો પર જાણે આભ તૂટી પડયું હોય તેવું લાગ્યું હતું. કોમલ સિંગ ડિપ્રેશનમાં હતો કે આત્મહત્યા કરવા માટેના કોઈ કારણો હતા કે કેમ તે અંગેની ઉંડાણપૂર્વકની તપાસ શરૂ લિંબાયત પોલીસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.