આજકાલ વધતા અકસ્માતના કેસો દરમિયાન ફરીવાર એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં ખાનગી બસ અને બાઇક વચ્ચે હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો છે. ઓવર સ્પીડમાં આવી રહેલી ખાનગી બસે એક બાઈકને ટક્કર મારી હતી, જેથી આ અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલ રાહુલ ટાવરના ચાર રસ્તા પાસે એક ખાનગી બસ ઓવર સ્પીડમાં આવી રહી હતી. આ બસ કોઈ ખાનગી કંપનીની હતી, જે સ્ટાફના પિક અફ ડ્રોપ માટે ઉપયોગમાં લેવામાં આવતી હોવાનું જાણવા મળ્યું છે. વહેલી સવારે આ રસ્તા પરથી પતિ પત્ની સહિત અન્ય જણ એક બાઈક પરથી પસાર થઈ રહ્યા હતા.
ત્યારે સ્પીડમા ચલાવી રહેલા ખાનગી બસના ચાલકે આ બાઈકને ટક્કર મારી હતી. ચાર રસ્તા પાસે આ ખાનગી બસના ડ્રાઈવરે બાઈકને અડફેટે લઈને તેને ધસેડ્યો હતો. જેથી બાઈક ચલાવનાર શખ્સ ગંભીર રીતે ઘાયલ થયો હતો. સાથે જ મહિલા પણ અકસ્માતમાં ઘાયલ થઈ હતી. ત્યારબાદ તેને સારવાર માટે 108 દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
એક પ્રત્યક્ષદર્શીના કહ્યા મુજબ, ખાનગી બસ ઓવર સ્પીડમાં આવતી હતી અને ચાર રસ્તાથી એક બાઇકને અડફેટે લઇને ગાડીએ ધસડી હતી. અકસ્માતની જાણ થતા જ તાત્કાલિક પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. જોકે, આ ખાનગી બસ કઈ કંપનીની તે હજી જાણવા મળ્યુ નથી. આ અકસ્માત બાદ બસનો ચાલક તેમજ તેમાં સવાર ચારથી પાંચ જણા ત્યાંથી ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.