સુરત(ગુજરાત): આજે દેશભરમાં ધૂળેટી ખુબ જ ધામધૂમથી ઉજવાઈ રહી છે. સમગ્ર દેશ રંગોથી રંગાયો છે. ત્યારે સુરત(Surat)માં પણ ઠેર-ઠેર રંગો ઉડતા જોવા મળે છે. આ દરમિયાન, ગૃહમંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi) ધુળેટીની ઉજવણી કરવા પરિવાર સાથે ઇચ્છાનાથ મહાદેવ મંદિર(Mahadev Temple) ગયા હોવાનું જાણવા મળ્યું છે. તેમણે શિવના દર્શન કરી ધૂળેટીની ઉજવણી કરી.
મળતી માહિતી મુજબ, હર્ષ સંઘવી મંદિરના મહારાજ સાથે ધૂળેટી રમ્યા. આ ઉપરાંત, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજના દિવસે સ્ટાફને પણ રજા આપી છે. તેઓ પરિવાર સાથે જાતે જ કાર ડ્રાઈવ કરીને ધુળેટી રમવા પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત, હર્ષ સંઘવીએ પોલિસ પરિવારને પણ હોળીની શુભેચ્છા પાઠવી છે.
અત્રે નોંધનીય છે કે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી(Minister of State Harsh Sanghvi)એ હાલમાં પોતાના સોશિયલ મીડિયા(Social media) એકાઉન્ટ પર તેના દીકરા આરુષનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેનો દીકરો સ્કૂલમાં રૅપ સોન્ગ ગાઈ રહ્યો છે. શેર કરેલ આ વિડીયોમાં આરુષ ગુજરાતી ભાષામાં રૅપ સોન્ગ ગાઈ રહ્યો છે. જયારે કહેવામાં આવી રહ્યું છે કે, વિદેશમાં જઈને પણ ગુજરાતી જ બનીને રહીશ.
વાયરલ થયેલ વીડિયોમાં આરુષ હાથમાં માઈક લઈને રૅપ સોન્ગ ગાતો હોવા મળી રહ્યો છે. તેમજ તે બોલી રહ્યો છે કે, હું ‘લંડન, અમેરિકા, દુનિયાભરની બધી જ સારી સારી હોટલોમાં રહીશ જયારે બધા હેલો હેલો કરતા હશે પરંતુ હું કેમ છો કહીશ કેમ કે, હું ગુજરાતી છું તો ગુજરાતી જ રહીશ.’ તે ઉપરાંત આ વીડિયોમાં તેની આજુબાજુમાં સ્કૂલના અન્ય બાળકો પણ બેઠેલા જોવા મળી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.