દેશમાં કોલસાની અછત(Coal Crisis)ને કારણે ઘણા રાજ્યોમાં વીજળીની કટોકટીની આશંકા વચ્ચે સોમવારે એટલે કે આજે ગૃહ મંત્રાલય(Home Ministry)ની એક મોટી બેઠક યોજાઈ હતી. ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah)ની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં કોલસા મંત્રી પ્રહલાદ જોશી(Pralhad Joshi) અને ઉર્જા મંત્રી આર.કે. સિંહ(RK Singh) સહિત એનટીપીસીના ઘણા વરિષ્ઠ અધિકારીઓએ પણ હાજરી આપી હતી. આ બેઠક લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી.
દેશભરમાં વીજ કટોકટી અને કોલસાની અછતનો મુદ્દો પ્રકાશમાં આવ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહે આ મુદ્દે ચર્ચા કરવા માટે તાકીદની બેઠક બોલાવી હતી. બેઠકમાં અધિકારીઓએ ગૃહમંત્રીને દેશમાં હાલની પરિસ્થિતિ અને કોલસાના ભંડાર વિશે માહિતી પૂરી પાડી હતી.
આ બેઠક એવા સમયે આવી છે જ્યારે દિલ્હી, પંજાબ અને છત્તીસગઢ રાજ્યોએ કોલસાની તીવ્ર અછતને પગલે વીજળીની તંગીની ચેતવણી આપી છે, પરંતુ કોલસા મંત્રાલયે આગ્રહ કર્યો છે કે, દેશને વીજ ઉત્પાદન પ્લાન્ટની માંગ પૂરી કરવાની જરૂર છે. કોલસો ઉપલબ્ધ છે અને વીજ પુરવઠામાં વિક્ષેપ થવાનો ભય નથી.
બેઠકમાં ઉર્જા અને કોલસા પ્રધાનોએ ગૃહમંત્રીને દેશમાં વીજ ઉત્પાદન ક્ષમતા અને કોલસાની ખાણકામ વિશે માહિતી આપી હતી. કોલસા મંત્રીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે દેશમાં હાલમાં દેશમાં 43 મિલિયન ટન કોલસો ઉપલબ્ધ છે. દેશમાં વીજળીની કટોકટી રહેશે નહીં.
નોંધપાત્ર બાબત એ છે કે, દેશના ઘણા રાજ્યોએ કોલસાની અછતને કારણે વીજળીની કટોકટી અને વીજ કાપની ચેતવણી આપી છે. જોકે, કોલસા મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે વીજ ઉત્પાદન પ્લાન્ટની માંગને પહોંચી વળવા માટે કોલસાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
મંત્રાલયે વીજળીની કટોકટીની સંભાવનાને નકારી કાઢી છે. જોકે, આ દરમિયાન દેશમાં 13 થર્મલ પાવર પ્લાન્ટ બંધ થવાના સમાચાર પણ સામે આવ્યા છે. આ તમામ પ્લાન્ટ મહારાષ્ટ્રમાં આવેલા છે. થર્મલ પ્લાન્ટ બંધ થવાના કારણે મહારાષ્ટ્રમાં 3,330 મેગાવોટની અછત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.