ઝાલાવાડ બાદ દૌસામાં ભયાનક અકસ્માત: બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા 4 લોકોને ભરખી ગયો કાળ…

Dausa Accident: 21મી એપ્રિલનો દિવસ રાજસ્થાનમાં દર્દનાક અકસ્માતોથી ભરેલો દિવસ સાબિત થયો હતો. ઝાલાવાડમાં સવારે 3 વાગે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 9 લોકોના મોત થયા બાદ…

Dausa Accident: 21મી એપ્રિલનો દિવસ રાજસ્થાનમાં દર્દનાક અકસ્માતોથી ભરેલો દિવસ સાબિત થયો હતો. ઝાલાવાડમાં સવારે 3 વાગે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 9 લોકોના મોત થયા બાદ બપોરના સમયે દૌસામાં(Dausa Accident) એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. જેમાં ચાર લોકોના મોત થયા હતા.

બંને અકસ્માતમાં લગ્નમાંથી પરત ફરતી વખતે સર્જાયો હતો.ત્યારે ફરી એકવાર દૌસા-મનોહરપુર હાઇવે પર રવિવારે બસ અને કાર વચ્ચેની અથડામણમાં ચાર લોકોના મોત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણ કુરચો થઇ ગયો હતો. માહિતી મળ્યા બાદ દૌસા પોલીસે ભારે જહેમતથી કારમાં સવાર લોકોના મૃતદેહને બહાર કાઢ્યા હતા. ઘટના બાદ પરિવારજનોના આક્રંદથી હાલત દયનીય બની ગઈ હતી.

પોલીસ સર્કલ ઓફિસર રવિ પ્રકાશ શર્માએ જણાવ્યું કે બપોરે એક ખાનગી બસ કરૌલીથી ઝુંઝુનુના માંડવા તરફ લગ્નમાંથી જઈ રહી હતી.ત્યારે કારમાં સવાર ચાર વ્યક્તિઓ સિરા ધાનીથી ભાટના આંધી વિસ્તારના રામ્યાવાલા તરફ જઈ રહ્યા હતા. લગભગ પાંચ કિલોમીટર આગળ ગયા પછી મોડા પટ્ટી પાસે કાર અને બસ વચ્ચે સામસામે અથડામણ થઈ હતી.જેમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે.

હાઇવે પર સર્જાયેલા આ અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા.જે બાદ તેમને આ અંગે પોલીસતંત્રને જાણ કરતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો.જે બાદ આ અકસ્માતની નોંધ લઇ મૃતદેહોને પીએમ અર્થે ખસેડ્યા હતા.

આ લોકોએ જીવ ગુમાવ્યો
અકસ્માતમાં કાર સવાર રાજકુમાર સૈન (55) પુત્ર શ્યામલાલ સૈન, રહેવાસી પટવા મહોલ્લા દૌસા અને રામફૂલના પુત્ર હરિનારાયણ મીણા (45), સુખલાલ મીણા (45) પુત્ર ગંગાસહાય, ગણપત મીણા (40) પુત્ર મોતીલાલ, રહે. સિરા કી ધાની દૌસાનું અવસાન થયું. હરિનારાયણ એક સરકારી શિક્ષક હતા, જેમની ફરજ પીપળ્યા ચૈનપુરામાં હતી.