બેદરકારી: ડોકટરોએ 2 મહિનાની ગર્ભવતી સ્ત્રીની ભૂલમાં કરી નસબંધી અને પછી થયું કઈક એવું

બિહારના કૈમૂર જિલ્લાના નુઆંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડિસેમ્બરે સગર્ભા સ્ત્રીનું પીએચસી નુઆંવ ડોક્ટરોએ નસબંધીકરણ ઓપરેશન કરી નાખ્યું હતું. અત્યારે મહિલા પોતાના માટે ન્યાયની માંગ કરી રહી છે. તેમનું કહેવું છે કે, ઓપરેશન પછી અથવા બાળક થયા પછી માતા અને બાળકને કોઈ નુકશાન ન થવું જોઈએ.

મહિલા કહે છે કે, ઓપરેશન બાદ તે તેના ઘરે પહોંચી હતી અને ડોક્ટરોએ આપેલી દવાઓ ખાવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેને પેટમાં દુખાવો અને ઉલટી થવાની શરૂઆત થઈ હતી. જ્યારે મહિલા ખાનગી ક્લિનિકમાં ગઈ અને તેની સમસ્યા સમજાવી, ત્યારે ડોક્ટરે તેને ગર્ભવતી હોવાનું જણાવ્યું અને અલ્ટ્રાસાઉન્ડ પછી તેણે મહિલાને બે મહિના ગર્ભવતી હતું તેવું કહ્યું.

આ નસબંધીના ઓપરેશનથી હોસ્પિટલ અને ડોકટરોની મોટી બેદરકારી સામે આવી છે. મળતી માહિતી મુજબ, કોઈ પણ સ્ત્રી નસબંધીનું ઓપરેશન કરાવે તે પહેલાં તેની ગર્ભાવસ્થા પરિક્ષણથી લઈને અનેક પ્રકારના પરીક્ષણો સરકારી હોસ્પિટલમાં લેવામાં આવે છે.

આ દરમિયાન, પીડિતાએ કાર્યવાહી કરવાની માંગ કરી છે. પીડિતાને પહેલાથી જ બે પુત્રો અને બે પુત્રી છે. તેનો પતિ આખા પરિવારની સંભાળ રાખવા નુઆંવ માર્કેટમાં શાકભાજીની દુકાન ચલાવે છે. હવે આ લોકોને ડર છે કે, ઓપરેશન પછી અથવા બાળક થયા પછી માતા અને બાળકને કોઈ નુકશાન ન થાય.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નુઆંવના હેલ્થ મેનેજર કહે છે કે, 5 ડિસેમ્બરે કુલ 12 મહિલાઓએ નસબંધી ઓપરેશન કરાવ્યું હતું. નસબંધી ઓપરેશન પહેલા અનેક પ્રકારની તપાસ કરવામાં આવી હતી. અમને આ ઘટના વિશે માહિતી પણ મળી છે. આ બાબતે જિલ્લા હોસ્પિટલના ડોક્ટરોના માર્ગદર્શન માંગવામાં આવશે અને આ મામલાની તપાસ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *