દિવસેને દિવસે મોંઘવારી તેના શિખરે પહોંચી રહી છે. જે મોંઘવારી કુદકે ને ભૂસકે વધતી જઈ રહી છે. જેના કારણે સામાન્ય લોકોની મુશ્કેલીમાં ખુબજ વધારો થઇ રહ્યો છે. જે પેટ્રોલ-ડીઝલ ગેસ, તેલ દૂધ બાદ હવે ગૃહણીઓના બજેટ પર વધુ એક ફટકો લાગ્યો છે. જે તેલ અને પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે કઠોળ દાળના ભાવ ખુબજ વધી રહ્યા છે. હવે રસોડામાં બનતા દાળ અને કઠોળ ના ભાવ માં મોટો વધારો થયો છે.
છેલ્લા એક જ મહિનામાં આ દાળ-કઠોળના ભાવમાં 16% જેટલો જંગી વધારો જોવા મળ્યો છે. જો કે આ ભાવ વધારો થવા પાછળના ઘણા બધા કારણો બહાર અવિરહ્યા છે. જેમાં પ્રથમ હાલમાં કઠોળ પકવતા ખેડૂતો હવે કપાસની ખેતી તરફ વળી રહ્યા છે. જેના કારણે આ કઠોળના ઉત્પાદનમાં મોટાપાયે ઘટાડો નોંધાયો છે. અને બીજું કારણ હાલમાં કોરોના મહામારીને કારણે બંધ પડેલ શાળા અને પ્રવાસન ઉધોગ શરૂ થતા જ સ્કૂલ-કોલેજો અને હોસ્ટેલોમાં તેમજ પ્રવાસન ઉધોગ વધવાથી હોટલો-રેસ્ટોરન્ટમાં પણ દાળની માંગ વધી છે. એકબાજુ દાળની માગ વધી છે અને બીજી બાજુ દાળનું ઉત્પાદન ઘટયું છે, તેથી તેના ભાવમાં વધારો થયો છે.
આ વધેલ કઠોળના ભાવમાં 15 રૂપિયાના વધારા સાથે અડદની દાળના એક કિલોના 125 રૂપિયા થયા છે. તુવેર, અડદની ખેતીમાં 25 થી 30 ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે. દાળ-કઠોળના ભાવમાં એક મહિનામાં 16 ટકાનો વધારો થયો છે.આ વધતા ભાવને લઈને ગૃહિણીઓનું પણ બજેટ ખોરવાઈ રહ્યું છે. ત્યારે બીજી તરફ કોરોના મહામારીને કારણે લોકોના રોજગાર ધંધા પર પણ માઠી અસર પડી રહી છે. જો કે હજુ પણ આગામી સમયમાં લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડી શકે છે.
જો કે આ સતત વધતી મોંઘવારીને લઈને વિપક્ષ પાર્ટી કોંગ્રેસ દ્વારા સરકારને વારંવાર ઘેરવામાં આવી રહી છે, જેને લઈને કોંગ્રેસ દ્વારા ગામો ગામ મોંઘવારીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. આ સાથે વધતા ભાવોને અંકુશમાં લેવાની માંગ કરવામાં આવી રહી છે પરંતુ તેમાં કોઈ પણ સુધારો આવ્યો નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે હજુ પણ આગળના સમયમાં પેટ્રોલ અને તેલના ભાવમાં ખૂબ જ મોટો વધારો થશે. અને ઘરમાં રસોડામાં વપરાતી વસ્તુઓ માં પણ વધારો થશે જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.