અરવિંદ કેજરીવાલના ‘કંસની ઓલાદ’ વાળા નિવેદન પર હર્ષ સંઘવીનો જડબાતોડ જવાબ- જાણો શું કહ્યું?

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. અરવિંદ…

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) બે દિવસની ગુજરાત મુલાકાતે આવ્યા છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનએ દાહોદમાં એક વિશાળ જનસભાને સંબોધી હતી. ત્યારબાદ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન તિરંગા યાત્રામાં ભાગ લેવા વડોદરા પહોંચ્યા હતા. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, જે લોકોએ આ પોસ્ટર લગાવ્યા છે એ લોકોએ ભગવાનને પણ છોડ્યા નથી. મારી વિરુદ્ધ બેનર લગાવવા વાળા ‘કંસની ઓલાદ છે’. ત્યારે આ નિવેદન અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી(Harsh Sanghvi) અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે(CR Patil) વળતો પ્રહાર કર્યો છે.

હર્ષ સંઘવીનો વળતો પ્રહાર:
અરવિંદ કેજરીવાલના કંસવાળા નિવેદન પર ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, કેજરીવાલનો જન્મ તો બદલાતો રહે છે. હું કેજરીવાલ પર કઈ બોલવા માંગતો નથી. કેજરીવાલના મંત્રી ધર્માંતરણનો આવો મોટો કારસો રચે છે. ગુજરાતના લોકો તેમને ઓળખી ગયા છે. અરવિંદ કેજરીવાલ ક્યારે કોના ભક્ત હોય છે તે નક્કી નથી થતું.

સીઆર પાટીલે કર્યો પ્રહાર:
તિરંગા યાત્રા દરમિયાન કેજરીવાલે કહ્યું હતું કે, ‘મારી વિરુદ્ધ બેનર લગાવવા વાળા કંસની ઓલાદ છે’. ત્યારે કેજરીવાલના કંસના નિવેદન અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે વળતો પ્રહાર કર્યો હતો. તેમણે કેજરીવાલને જૂઠું બોલવાવાળા વ્યક્તિ ગણાવી કેજરીવાલે ગુજરાતના લોકોને કંસ કહ્યા હોવાનું સી આર પાટીલે નિવેદન આપ્યું હતું. તેમજ ગુજરાતના લોકોને કંસ ગણાવનાર કેજરીવાલની હજુ સુધી ગુજરાતની જનતાએ પ્રવેશ બંધી કેમ નથી કરી, તેમ કહીને પાટીલે ગુજરાતની પ્રજાને સારી ગણાવી હતી.

તિરંગા યાત્રામાં જાણો શું કહ્યું હતું અરવિંદ કેજરીવાલે:
ત્રિરંગા યાત્રામાં હજારોની ભીડને સંબોધતા જણાવ્યું હતું કે, આજનાં દિવસે જ્યારે મારું ગુજરાતમાં આવવાનું નક્કી થયું તો ભાજપવાળાએ મારી વિરુદ્ધ દરેક જગ્યાએ પોસ્ટર લગાવી દીધા. તે મારી વિરુદ્ધ ગમે તે કરે, મને તેની સાથે કોઈ જ વાંધો નથી, પરંતુ તેમણે પોસ્ટર ઉપર ભગવાન માટે અપશબ્દો લખ્યા અને ભગવાનનું અપમાન કર્યું.

વધુમાં જણાવતા કહ્યું હતું કે, જે લોકોએ આ પોસ્ટર લગાવ્યા છે એ લોકો મારી નફરતમાં એટલા આંધળા થઈ ગયા છે કે તેઓએ ભગવાનને પણ છોડ્યા નથી અને અપશબ્દો લખીને ભગવાનનું અપમાન કર્યું છે. હું એક ધાર્મિક માણસ છું, હનુમાનજીનો કટ્ટર ભક્ત છું. હનુમાનજીની અસીમ કૃપા મારા પર છે. બધી જ આસુરી અને રાક્ષસી શક્તિઓ મારી સામે વિરુદ્ધ એકઠી થઈ ગઈ છે.

કેજરીવાલએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, આ બધા કંસની ઓલાદ છે. આ બધા લોકો ભગવાનનું અપમાન કરે છે, ભક્તોનું અપમાન કરે છે, બધી જગ્યાએ ગુંડાગર્દી કરે છે, લફંગાઇ કરે છે, મારપીટ કરે છે, હું તેમને કહેવા માંગુ છું કે, મારો જન્મ જન્માષ્ટમીનાં દિવસે થયો હતો, ભગવાને મને એક ખાસ કામ સાથે મોકલ્યો છે, આ કંસની ઓલાદોનો નાશ કરવા માટે. જેટલા પણ ભ્રષ્ટાચારી, ગુંડાગર્દી કરવાવાળા લોકો છે એ સૌને જનતાથી મુક્તિ અપાવવા માટે આપણે સૌ ભેગા મળીને ભગવાનનું આ કાર્ય પૂરું કરીશું. ભગવાન અમારી સાથે છે, લોકો અમારી સાથે છે,જનતા પરિવર્તન ઈચ્છે છે અને તેના કારણે આ લોકો બધી બાજુથી બોખલાઈ ગયા છે. હું તેમને કહેવા માંગુ છું કે, તમે કેજરીવાલને નફરત કરી લો, પરંતું જો ભગવાન વિરુદ્ધ આવા અપશબ્દો લખશો તો જનતા તેને સહન કરશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *