રસોડામાં રહેલો આ મસાલો તમારી ત્વચા પર આપશે ગ્લો, જાણો લો ઉપયોગ કરવાની સાચી રીત

Haldi For Glowing Skin: હળદર તેના ઔષધીય ગુણો માટે જાણીતી છે અને હળદરએ એક પ્રકારે એન્ટી બાયોટિકનું કામ કરે છે. હળદર માત્ર શરીર માટે જ…

Haldi For Glowing Skin: હળદર તેના ઔષધીય ગુણો માટે જાણીતી છે અને હળદરએ એક પ્રકારે એન્ટી બાયોટિકનું કામ કરે છે. હળદર માત્ર શરીર માટે જ નહીં પરંતુ ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. જો હળદરને ચહેરા પર યોગ્ય રીતે લગાવવામાં આવે તો, તે ત્વચાના મૃત કોષોને દૂર કરે છે, ત્વચાને ચમકદાર બનાવે છે,તેમજ ડાઘ અને ફોલ્લીઓની સમસ્યા ઘટાડે છે. અહીં ચહેરા પર હળદર લગાવવાની કેટલીક રીતો છે જે ચહેરા પર એક ચમક લાવશે.ત્યારે દોસ્તો આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે કેવી રીતે ચહેરા પર હળદર લગાવી શકાય.

ચહેરા પર હળદર લગાવવાની રીત(Glowing Skin)

શુષ્ક (ડ્રાય સ્કિન)ત્વચા માટે
જો તમારી ત્વચા શુષ્ક (ડ્રાય) હોય તો તમે તાજા દૂધની મલાઈ અને ગુલાબજળમાં એક ચપટી હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવી શકો છો. આ ફેસ પેકને થોડીવાર ચહેરા પર લગાવ્યા બાદ ચહેરાને પાણીથી ધોઈને સાફ કરી લો.આ કરવાથી ત્વચામાં ચમક આવે છે.

ચમક મેળવવા માટે
ત્વચાની ચમક માટે એક ચમચી મધમાં એક ચમચી લીંબુનો રસ ઉમેરો. તેમાં અડધી ચમચી હળદર ઉમેરો. આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 20 મિનિટ પછી ચહેરો ધોઈ લો. ત્વચા પર ગ્લો દેખાવા લાગશે.

ટેનિંગ દૂર કરવા માટે
જો ચહેરા પર ટેનિંગ થતું હોય તો એક ચમચી હળદર પાવડરમાં એક ચમચી ટમેટાની પ્યુરી અથવા પીસેલા ટામેટાને મિક્સ કરો. તેમાં એક ચમચી ભરેલું દહીં ઉમેરો. આ ફેસ પેકને ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી ધોઈ લો. ટેનિંગ હળવા કરવા માટે, આ ફેસ પેક અઠવાડિયામાં બે વાર લગાવી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *