રાતોરાત ગાયબ થઈ જશે માઈગ્રેનનો દુઃખાવો, બસ અપનાવી જુઓ દાદીમાના આ ઘરેલું નુસખા

Tips to Ease Migraine Pain: નવેમ્બરથી હવામાનમાં ફેરફાર આવવા લાગ્યો છે ધીમે ધીમે હળવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જ્યાં શિયાળાના આગમનની સાથે જ તે…

Tips to Ease Migraine Pain: નવેમ્બરથી હવામાનમાં ફેરફાર આવવા લાગ્યો છે ધીમે ધીમે હળવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જ્યાં શિયાળાના આગમનની સાથે જ તે શરીરની તંદુરસ્તી માટે યોગ્ય ખોરાક લેવોએ ખૂબ જ સારું માનવામાં આવે છે. બીજી તરફ, ઠંડીનું વાતાવરણ તેની સાથે અન્ય સમસ્યાઓ પણ લાવે છે. શિયાળામાં આપણને(Tips to Ease Migraine Pain) કોઈ જૂની ઈજા થઇ હોઈ તો તેનો દુખાવો વધુ થાય છે, આ સાથે માઈગ્રેનના દર્દીઓની સમસ્યા પણ વધી જાય છે. જેમ જેમ શિયાળો આગળ વધે છે તેમ તેમ માઈગ્રેનનો દુખાવો ગંભીર અને જીવલેણ બની શકે છે. તો આવો જાણીએ તેનાથી બચવા માટે કેટલીક સરળ ટિપ્સ

વિટામિન ડીની ઉણપથી માઈગ્રેનની સમસ્યા વધી શકે છે
જ્યારે ઠંડી હવા હોય છે, ત્યારે માથામાં લોહી યોગ્ય રીતે વહેતું નથી, જેના કારણે માથાનો દુખાવો થઈ શકે છે. આ સિવાય જો તમે તડકામાં ન બેસતા હોવ તો પણ માઈગ્રેનમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. સૂર્યપ્રકાશની ઉણપને કારણે મગજમાં સેરોટોનિન કેમિકલની ઉણપ આવી શકે છે, જે માઈગ્રેનની સમસ્યાને વધારી શકે છે. આ સિવાય, સૂર્યપ્રકાશની અછત શરીરની સર્કેડિયન લયને અસર કરે છે, જેના કારણે ઊંઘ અને જાગવાની પદ્ધતિમાં ખલેલ પડી શકે છે અને જ્યારે ઊંઘ પૂરી ન થાય ત્યારે તે માઇગ્રેનને વધારી શકે છે

આવા વાતાવરણમાં કઈ રીતે માઈગ્રેનની સમસ્યાથી બચી શકાય?
જીવનશૈલીમાં અનેક ફેરફારો કરીને માથાનો દુખાવોની સમસ્યાને ઘણી હદ સુધી નિયંત્રિત કરી શકાય છે.

ઘણા એવા લોકો છે જેમને ઠંડીની ઋતુમાં તરસ ઓછી લાગે છે અને તેના કારણે શરીરમાં પાણીની ઉણપ રહે છે ત્યારે ઓચ્છુ પાણી પીવાથી પણ માથાનો દુખાવો થઇ શકે છે

કોફી, ચા અને આલ્કોહોલનું સેવન પણ ટાળો.

દરરોજ વ્યાયામ કરો, આ માઇગ્રેનનું જોખમ ઘટાડી શકે છે.

ઠંડા હવામાનમાં તમારા માથાને યોગ્ય રીતે ઢાંકીને રાખો, આનાથી માઈગ્રેનના દુખાવાથી પણ બચી શકાય છે.

પૂરતી ઊંઘ લેવાથી માઈગ્રેનનો દુખાવો પણ ઓછો થઈ શકે છે.

હળવા ગીતો સાંભળવા, પુસ્તકો વાંચવા કે ધ્યાન કરવું પણ ફાયદાકારક છે.

દરરોજ સવારે ખાલી પેટ થોડોક ગોળનો ટુકડો મોઢામાં રાખો અને ઠંડાં દૂધની સાથે પી જાઓ. દરરોજ સવારે તેના સેવનથી માઇગ્રેઇનના દુખાવામાં ઘણો આરામ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *