ટ્રેનમાં મુસાફરી કરનારા યાત્રીઓને ભારતીય રેલવે ઘણી બધી સુવિધાઓ પૂરી પાડે છે. રેલવે ઓછા દરે મુસાફરી કરાવાની સાથે પોતાના યાત્રીઓની પરીસ્થિતિનું પણ ધ્યાન રાખે છે. પરંતુ ઘણીવાર એવુ પણ બને છે કે આપણને રેલવેની કેટલીક સુવિધાઓ અંગે આપણેજાણતા નથી. આજે તમને એવી જ એક સુવિધા વિશે જણાવવા જઇ રહ્યાં છીએ જેમાં તમે માત્ર 25 રૂપિયા ખર્ચીને તમારા હજારો રૂપિયાને બચાવી શકો છો.
ભારતીય રેલવે મુસાફરોને રેલવે સ્ટેશન પર ખુબ સસ્તામાં રૂમ બુક કરવાની એક ખાસ સુવિધા આપે છે. આ રૂમ AC અને નૉન AC વિકલ્પ પણ છે. સાથે-સાથે સિંગલ, ડબલ બેડ અને શયનકક્ષ રૂમો પણ ઉપલબ્ધ છે. મહત્વની વાતતો એ છે કે તેની શરૂઆતની કિંમત ફક્ત 25 રૂપિયા છે. IRCTCની વેબસાઇટ દ્વારા જો તમે ત્રણ કલાક માટે રૂમ બુક કરવા માગતા હોય તો તમારે ફક્ત 25 રૂપિયા ખર્ચ કરવાના છે.
સાથે-સાથે જ સાત થી નવ કલાક માટે 50 રૂપિયા અને 10 થી 12 કલાક માટે 60 રૂપિયા, 13 થી 15 કલાક માટે 70 રૂપિયાસ 16 થી 18 કલાક માટે 80 રૂપિયા અને 19 થી 21 કલાક માટે 90 રૂપિયા આપવાના રહેશે. 24 કલાક માટે 100 રૂપિયા અને 48 કલાકના બુકિંગ પર 200 રૂપિયા સુધીનો ચાર્જ લાગે છે. જો તમે બુકિંગ પેમેન્ટ ડિજિટલી કરશો તો તેમાં તમને 5 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે.
આ રીતે થાય છે બુકિંગ
રિટાયરિંગ રૂમ બુક કરવા માટે તમારે સૌપ્રથમ IRCTCની વેબસાઇટ પર જવાનું છે.
ત્યાં યુઝર નેમ અને પાસવર્ડ દ્વારા તમારુ એકાઉન્ટ ખોલો.
એકાઉન્ટ ખુલ્યા બાદ તમારે ટિકિટનો PNR નંબર નાંખવાનો છે.
તે બાદ તમે તમારા અનુસાર રિટાયરિંગ રૂમ બુક કરાવી શકો છો.
જો તમે ચેક-ઇન કર્યાના 48 કલાક પહેલાં રૂમની બુકિંગ કેન્સલ કરાવો તો તમારી 20 ટકા રકમ કપાઇ જશે. પરંતુ જો તમે રિટાયરિંગ રૂમને ચેક ઇન કર્યાના 24 કલાક પહેલાં કેન્સલ કરાવ્યો તે તમારી 50 ટકા રકમ કપાઇ જશે. જો કે આ સુવિધાનો લાભ દરેક યાત્રીને નથી મળતો. જે યાત્રી પાસે કન્ફર્મ ટિકિટ હશે તે જ રિટાયરિંગ રૂમ બુક કરાવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.