ફેસબુકમા ફેક આઈડી ની ઓળખ આ રીતે કરો, અને આ રીતે કરો રિપોર્ટ

આજકાલ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતાં લોકોનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. રાજનૈતિક દળો પણ પ્રચાર માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ આ…

આજકાલ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતાં લોકોનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. રાજનૈતિક દળો પણ પ્રચાર માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ આ ડીજીટલ યુગમાં સોશિયલ મીડિયા પરના પ્રાણીઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ફેસબુક પર યુવાનો થી માંડીને દરેક વર્ગના લોકો જોવા મળે છે. ફેસબુક પર ફેક આઈડી નું પ્રમાણ પણ ખૂબ જ વધુ છે જેમાં અપરાધી પોતાનું સાચું નામ છુપાવીને અન્ય નામનો ઉપયોગ કરે છે. ફેક આઈડી નો ઉપયોગ મજાક-મશ્કરી થી માંડીને અપરાધ કરવા સુધી થઈ શકે છે. એવામાં અમે તમને ફેક આઇડી ને ઓળખતા શીખવાડીએ.

facebook profile photo :-

સૌથી પહેલા તમને જેમની રિક્વેસ્ટ આવ્યું હોય તેનો પ્રોફાઈલ ફોટો ચેક કરી લેવો. જો તે ફોટામાં કોઈ હીરો-હીરોઇ કે અન્ય વસ્તુઓ નો ફોટો હોય તો માનું કે તે એક ફેક આઈડી છે. પ્રોફાઇલમાં એક કરતા વધારે ફોટા ન હોવાથી પણ તે ફેક આઇડી હોઈ શકે છે.

Birth date :-

રીક્વેસ્ટ મોકલો વાળાની જન્મતારીખ એક વાર જરૂર તપાસી લેવી. મોટાભાગની આઇડીમાં જન્મતારીખ 1/1/2011 અથવા તો 10/10/2019ની હોય છે.

About :-

about સારી રીતે તપાસી લેવું. તેમાં પાયાની જાણકારી જેવી કે વર્ક,એજ્યુકેશન,કોન્ટેક્ટ અને શહેરનું નામ હોય છે. જો આઇડીમાં આ જાણકારી નથી મળતી તો એક ફેક એકાઉન્ટ સમજવું. મોટાભાગના અકાઉન્ટમાં આ જાણકારી આપેલી હોય છે. માટે ટાઇમ લાઇન પર ધ્યાન આપું અને પ્રોફાઇલ ફોટો ચેક કરી લેવો કારણકે મોટાભાગના એકાઉન્ટો માત્ર સેટીંગ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. જો સામે વાળી વ્યક્તિએ લાંબા સમય સુધી કોઈપણ ફોટો અપલોડ ન કર્યો હોય અથવા તો લાઇક કમેન્ટ ન કરી હોય તો તે ફેક આઇડી સમજવું.

Profile URL :-

જો તમને શક હોય કે આવેલી રિક્વેસ્ટ ફેક એકાઉન્ટ છે તો તેને URL ચેક કરી લેવી. ઘણી વખત ફેક એકાઉન્ટ બનાવવામાં યુઝર પોતાનું યુઝરનેમ બદલવાનું ભૂલી જાય છે. આ રીતે તમે URL મદદ થી જાણી શકો છો કે પ્રોફાઇલ ઓરીજનલ છે કે ફેક.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *