અમદાવાદમાં યોજાયેલ હાર્દિકના સંમેલનમાં બબાલ, હાર્દિક હાય હાય ના નારા લાગ્યા: જુઓ લાઈવ

Published on: 3:11 pm, Sun, 17 March 19

આજે અમદાવાદ ખાતે PASS ના બેનર હેઠળ હાર્દિક પટેલનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સુરતના અલ્પેશ કથિરિયા ના કેટલાક સમર્થકોએ આ કાર્યક્રમમાં ભારે હોબાળો મચાવ્યો હતો. અને હાર્દિક દ્વારા કોંગ્રેસમાં જોડાવા મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી ત્યારે ખુદ હાર્દિક પટેલ વચ્ચે પડી અને મધ્યસ્થી કરવાની ફરજ પડી હતી.

આ સ્નેહમિલનમાં હાર્દિક પટેલ અલ્પેશ કથિરિયા ના સમર્થકો વચ્ચે બબાલ થઈ હતી. બંને જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આ ઘર્ષણ અલ્પેશ કથિરિયા નો બેનરમાં ફોટો ન હોવાને કારણે થયું હતું. અલ્પેશ કથીરિયા સમર્થકોએ હાર્દિકના બેનરો પાળી હાર્દિક અને કોંગ્રેસ વિરુદ્ધ હાય હાય ના નારા લગાવ્યા હતા.

અલ્પેશ કથીરિયાનાં સમર્થકોએ ‘અલ્પેશ જેલમાં, હાર્દિક મહેલ’માં અને હાર્દિક હાય-હાય’નાં સૂત્રોચાર કરીને હાર્દિકનો વિરોધ કર્યો હતો. હાર્દિકની નેતાગીરિ સામે પાટીદારોમાં વિરોધ છે. હાર્દિકનાં કૉંગ્રેસમાં જવાથી સમાજ દુ:ખી છે અને વિરોધનાં સૂર છે. અલ્પેશ કથીરિયાનાં સમર્થકોએ હાર્દિકનાં બેનરો ફાડવાનો પણ પ્રયત્ન કર્યો હતો. તો આ દરમિયાન હાર્દિક અને અલ્પેશનાં સમર્થકો વચ્ચે મારામારી થઇ હતી.

આ સંમેલનમાં હાર્દિકે કોંગ્રેસમાં જોડાવા અંગેના પ્રશ્નોનો જવાબ આપ્યો હતો. તેણે જણાવ્યું કે તેની પાસે બે વિકલ્પ હતા.એક વિકલ્પ કોંગ્રેસમાં તો બીજો ભાજપનો હતો. ભાજપ સરકાર હાર્દિક પટેલને 9 મહિના જેલમાં રાખ્યો હતો અને 14 પાટીદાર યુવાનોને ગોળી મારીને હત્યા કરી હતી.તેથી તેમાં જોડાવું શરમનાક બાબત છે. અને જો ભાજપમાં જોડાયા તો તેને પોતાના સમાજના કાર્યો કરવા માટે અમિત શાહની વારંવાર મંજૂરી લેવી પડે જે તેને પોસાય તેમ નહોતું. આ કારણે હાર્દિકે ભાજપ છોડીને કોંગ્રેસમાં આવવાનું પસંદ કર્યું.

તમને જણાવી દઈએ કે હાર્દિક પટેલ કોંગ્રેસ તરફથી જામનગર ની બેઠક થી ચૂંટણી લડવાનો છે તેવી વાતો લોકમુખે થઇ રહી છે. તેના કોંગ્રેસમાં જોડાવાને કારણે ઘણા બધા પાસ કન્વીનરો તેનાથી નારાજ છે. તેમની નારાજગી દૂર કરવા માટે અમદાવાદમાં સંમેલન યોજવામાં આવ્યું હતું.