હાલ ભારતના અર્થતંત્રને લઈને છેલ્લા ઘણા સમયથી દેશની સ્થતિ ખુબ ખરાબ હાલતમાં છે. જેના કારણે વિપક્ષ પણ સરકારને વારંવાર ટોણા માર્યા કરે છે. અને દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને દિગ્ગજ અર્થશાસ્ત્રી એવા મનમોહન સિંહે ફરી એકવાર અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખી મોદી સરકારની ઝાટકણી કાઢી છે. પૂર્વ પ્રધાનમંત્રી અને દિગ્ગજ અર્થશાસ્ત્રી એવા મનમોહન સિંહે અર્થતંત્ર અંગે આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે, દેશની અર્થતંત્રની સ્થિતિ સેજ પણ યોગ્ય નથી જેનું કારણ પ્રવર્તમાન સરકાર છે. કારણ કે સરકાર મંદી હોવાની વાતને અવગણી રહી છે.
હાલ દેશના અર્થતંત્રની સ્થિતિ અંગે મોદી સરકાર સામે પ્રશ્રો ઉઠાવતા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે બુધવારે જણાવ્યું હતું કે વર્તમાન સરકાર મંદી શબ્દ સ્વીકારવા જ તૈયાર નથી. તેમણે જણાવ્યું છે કે વાસ્તવિક ખતરો એ છે કે જો સમસ્યાઓની ઓળખ જ નહીં કરવામાં આવે તો સુધારાત્મક કાર્યવાહી માટે વિશ્વસનીય ઉકેલ મળવાની સંભાવના નહીવત છે.
મોન્ટેક સિંહ આહલુવાલિયના પુસ્તકના વિમોચન પ્રસંગે ડો. સિંહે જણાવતા કહ્યું છે કે આયોજન પંચના પૂર્વ ઉપાધ્યક્ષે યુપીએ સરકારની સિદ્ધિઓની સાથે નબળાઇઓનું પણ વર્ણન કર્યુ છે. પૂર્વ વડાપ્રધાને જણાવ્યું છે કે મને લાગે છે કે આવા મુદ્દાઓ પર ચર્ચા થવી જોઇએ કારણકે આજે એવી સરકાર છે જે મંદી જેવા કોઇ પણ શબ્દને સ્વીકારવા જ તૈયાર નથી. મારા મત મુજબ આપણા દેશ માટે આ સ્થિતિ યોગ્ય નથી.
સાથે-સાથે તેમણે એ પણ જણાવ્યું હતું કે જો તમે એ સમસ્યાઓની ઓળખ નહીં કરો જેનો તમે સામનો કરી રહ્યાં છો તો તમને સુધારાત્મક કાર્યવાહી માટે વિશ્વસનીય ઉકેલ મળવાની સંભાવના નથી. આ એક ગંભીર ખતરો છે. મનમોહન સિંહે જણાવ્યું છે કે આ પુસ્તક દેશના વિકાસ માટે ખૂબ જ મદદરૂપ સાબિત થશે. સિંહે સાલ 1990ના દાયકામાં અર્થતંત્રના ઉદારીકરણમાં તેમને ટેકો આપવા માટે પૂર્વ પ્રધાનમંત્રી નરસિંહા રાવ, પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ અને મોન્ટેક સિંહ આહલુવાલિયાની ભૂમિકાની પ્રશંસા કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.