કોરોનાનું સંક્રમણમાં દિવસે દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે અને આ કોરોના કેટલાય લોકોને ભરડામાં લઇ ચુક્યો છે અને બીજા કેટલાક લોકોને પોતાના સકંજામાં લે એ તો આવનારો સમય જ બતાવી શકે. ત્યારે ગુજરાતમાં પણ સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ગુજરાતમાં મ્યુકોરમાઈકોસિસના (mucormycosis) કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે.
મ્યુકોરમાઈકોસિસના કેસ સુરત, મોરબી અને બીજા અનેક શહેરમાં મ્યુકોરમાઈકોસિસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે તેમની સાથે મ્યુકોરમાઈકોસિસને લીધે મોતના આકડામાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પણ મ્યુકોરમાઈકોસિસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.
કોરોના કરતા વધુ ખતરનાક સ્વરૂપ અમદાવાદ અને સુરત શહેરમાં જોવા મળ્યું છે. “મ્યુકરમાઈકોસીસ” ના સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી કિરણ હોસ્પિટલમાં 100 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. દર્દીએ કોરોનાની સારવાર લીધાના દસ દિવસ બાદ એક પ્રકારનું ફંગસ જોવા મળે છે, જેને મ્યુકરમાઈકોસીસ કહે છે. વિદેશમાં મ્યુકરમાઈકોસીસની બિમારીને લીધે 50 ટકા મૃત્યુદર હતો.
કિરણ હોસ્પિટલમાં 60 જેટલા દર્દીઓનું વેઇટિંગ છે. સારવાર લઈ રહેલા 40 જેટલા દર્દીઓ રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ અને અન્ય રાજ્યોના છે. આ બીમારીમાં દોઢ મહિનાની સારવાર લેવી પડે છે. પ્રતિદિવસ દર્દીને 6 જેટલા ઇન્જેક્શન આપવામાં આવે છે. પ્રત્યેક ઇન્જેક્શનની કિંમત પાંચથી સાત હજાર રૂપિયા જેટલી થાય છે. જેથી સારવાર માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે.
કોરોના વચ્ચે ફેલાયેલો મ્યુકોરમાઈકોસિસના કેસ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહીત અનેક શહેરોમાં આ રોગથી પીડિત દર્દીમાં ખુબ જ વધારો થઈ રહ્યો છે. ત્યારે જોવું રહ્યું કે, શું રૂપાણી સરકાર આ બીમારી સામે લડી શકશે? મ્યુકોરમાઈકોસિસના વધી રહેલા કેસને જોતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે, મ્યુકોરમાઈકોસિસ કેસના આકડા વધી રહ્યા છે. આ વધી રહેલા કેસને કેવી રીતે કાબુમાં લેવો તેમની પણ વ્યવસ્થા કરી છીએ. મ્યુકોરમાઈકોસિસને લગતી દવાઓ અને ઇજેક્શન બધા દર્દીઓને મળી રહે તેવા તમામ પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્રમા નોંધાઈ ચુક્યા છે મ્યુકોરમાઈકોસિસના 659 કેસ:
કોરોના બાદ હવે સૌરાષ્ટ્રમાં પણ મ્યુકોરમાઈકોસિસનો ખતરનાક કહેર જોવા મળ્યો છે. જયારે અત્યાર સુધીમાં મ્યુકોરમાઈકોસિસ રોગના 659 દર્દીઓ નોંધાયા છે. જયારે બીજી બાજુ હળવદ માં 2 અને જામનગર જીલ્લામાં 1 દર્દીની આંખોનું તેજ આ બીમારીને કારણે છીનવાઈ ગયું છે. જયારે અમરેલી યાર્ડના ચેરમેનનું પણ મ્યુકોરમાઈકોસિસને કારણે બ્રેઇન સ્ટ્રોકથી મોત થયું છે.
સૌરાષ્ટ્રમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓનો આંકડો:
રાજકોટ સિવિલમાં મ્યુકોરમાઈકોસિસના 77 દર્દી સારવાર હેઠળ છે, જેમાં 31 દર્દી રાજકોટ જિલ્લાના છે.
રાજકોટમાં મ્યુકોરમાઈકોસિસના કુલ 400 કેસ
મોરબીમાં મ્યુકોરમાઈકોસિસના 200 કેસ
જામનગરમાં મ્યુકોરમાઈકોસિસના 35 કેસ
જૂનાગઢમાં મ્યુકોરમાઈકોસિસના 15 કેસ
હળવદમાં મ્યુકોરમાઈકોસિસના 6 કેસ
પોરબંદરમાં મ્યુકોરમાઈકોસિસના 3 કેસ
જયારે બીજી બાજુ, અમદાવાદ શહેરની સિવિલ હોસ્પીટલમાં 100 થી પણ વધુ મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે 45 જેટલા મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ વેઇટિંગમાં છે.
મ્યુકોરમાઇકોસીસ રોગના લક્ષણો:
ચહેરાના એક ભાગમાં સોજો આવવો.
માથાનો દુખાવો થવો.
સાઈનસ(નાકની આજુબાજુનો ભાગ) જામ થઈ જવું.
નાક ઉપર કે અંદર કાળા ચાઠાં પડવા.
છાતીમાં દુખાવો થવો.
ઉલટી થવી.
કફ થવો.
પેટમાં દુખાવો થવો
ઉપલા જડબામાં દુખવું
ઉપલા જડબાના દાંત એકદમ ઢીલા પડી જવા
આંખ-ગાલની આજુબાજુના ભાગમાં દર્દ થવું
શું છે મ્યુકોરમાઇકોસીસ બીમારી?
ડોક્ટરોના જણાવ્યા અનુસાર, મ્યુકોરમાઇકોસીસ એક ફંગલ ઇન્ફેક્શન છે જે હવામાં રહેલા તેના બેક્ટેરિયા થી ફેલાય છે મેડિકલ ભાષામાં સાઈનસ કહેવામાં આવે છે ત્યાંથી આની શરૂઆત થાય છે અને જોત જોતામાં આ ફંગલ દર્દી માટે એટલુ ઘતાક સાબિત થાય છે કે તેની આંખ નિકાળી દેવી પડે છે, આટલુ જ નહિં આ ફંગલ ધીમે ધીમે મગજ સુધી પહોચે છે અને પછી તરત માણસને ખતમ કરી છે. તેમજ જડબા નું હાડકું પણ નીકળવું પડે છે. આ બીમારી માણસનું ૫૦% મગજ પણ ખરાબ કરી શકે છે.
ડોક્ટરના કહેવા પ્રમાણે, મ્યુકોરમાઇકોસીસની એક માત્ર ઈન્જેકશન છે જે એમફોટોરીશીન બી છે અને આ ઈનજેકશન સળંગ ૪૨ દિવસ લેવા પડે છે જેની કિંમત પણ એક ઈનજેકશનના ૧૫થી લઈ ૧૮ હજાર રૂપિયા છે. અને આ રોગ કોરોના ના દર્દીમાં લાગે તો ૧૦ દિવસમાં જ તેનું મોત થઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.