ક્યાંક ઠંડી તો ક્યાંક માવઠું…ગુજરાત માટે કેવું રહેશે આ મહિનાનું વાતાવરણ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

Ambalal Patel Predicted: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ…

Ambalal Patel Predicted: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે જેમાં લોકોને રાત્રે અને વહેલી સવારે ઠંડી અને બપોરના સમયે ગરમી અનુભવાઈરહી છે. રાજ્યના અમુક વિસ્તારમાં વાદળ છાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. વહેલી સવારે ધુમ્મભર્યુ વાતાવરણ જોવા મળે છે. અને વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.જેના કારણે ખેડૂતોને પાકમાં મોટા પાયે નુકશાન થતું હોઈ તેવી સ્થિતિ જોવા મળી રહી છે.તો બીજી તરફ ઠંડી-ગરમીની ડબલ સીઝન કહેર વરસાવી રહી છે. આવામાં આગાહીકાર અંબાલાલ પટેલની(Ambalal Patel Predicted) આગાહી ડરાવે તેવી છે. ફેબ્રુઆરી મહિનામાં ગાત્રો થીજાવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે. સાતમી ફેબ્રુઆરી પછી ખૂબ જ ઠંડી પડી શકે છે.

ફેબ્રુઆરી મહિનામાં ગાત્રો થીજાવતી ઠંડીની આગાહી કરવામાં આવી
અમુક વિસ્તારમાં તો વાદળો જોતા વરસાદ થશે કે નહી તેની ચિંતા પણ લોકોને છે. બેવડી ઋતુની અસરના કારણે કૃષિ પાક અને લોકોના સ્વાસ્થય પર અસર પડી રહી છે. હવામાન વિભાગનુ અનુમાન છે કે આગામી 5 દિવસ વાતાવારણ સુકુ રહેશે.તો આ તરફ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી ડરાવે તેવી છે. ફેબ્રુઆરી મહિનામાં ગાત્રો થીજાવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે. સાતમી ફેબ્રુઆરી પછી ખૂબ જ ઠંડી પડી શકે છે.

કોલ્ડવેવની ફિક્વન્સી પણ ઘટી
અમદાવાદનુ લઘુતમ તાપમાન 18 ડીગ્રી નોંધાયુ છે. જે સામાન્ય કરતા 5 ડિગ્રી ઉંચુ નોંધાયુ છે. તો વડોદરાનુ લઘુતમ તાપમાન 17 ડીગ્રી નોંધાયુ છે. જે સામાન્ય કરતા 3 ડિગ્રી ઉંચુ નોંધાયુ છે. ભુજનુ લઘુતમ તાપમાન 17.3 ડીગ્રી નોંધાયુ છે. જે સામાન્ય કરતા 6 ડિગ્રી ઉંચુ તાપમાન છે. ડીસાનુ લઘુતમ તાપમાન 16.8 ડિગ્રી નોંધાયુ છે જે સામાન્ય કરતા 6 ડિગ્રી તાપમાન ઊંચુ છે. જોકે ચાલુ વર્ષે શિયાળામાં લઘુતમ તાપમાન સામાન્ય કરતા ઊંચુ રહ્યુ છે અને કોલ્ડવેવની ફિક્વન્સી પણ ઘટી ગઈ છે.

7 ફેબ્રુઆરી સુધી દેશના અનેક ભાગોમાં ઠંડી જોવા મળશે
હવામાન વિભાગની આગાહી કહે છે કે, પશ્ચિમી વિક્ષેપની અસર તળે રાજ્યમાં 7 મી પછી ગાત્રો થીજવતી ઠંડી પડશે. આ વર્ષે શિયાળો હૂંફાળો રહ્યો. પરંતું હવે ફેબ્રુઆરી મહિનામાં હવામાન સંતુલિત થતુ જઈ રહ્યું છે. જેથી 7 ફેબ્રુઆરી સુધી દેશના અનેક ભાગોમાં પશ્ચિમી વિક્ષેપની અસર જોવા મળશે. આ દિવસોમાં કાતિલ ઠંડી અનુભવાશે. ખાસ કરીને સવારના અને સાંજ પછીના સમયે ગાત્રો થીજવી દે તેવી ઠંડીનો અહેસાસ થશે તેવુ અંબાલાલ પટેલે જણાવ્યું.

હવામાન વિભાગએ કરી આગાહી
આ તરફ હવામાન વિભાએ આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહશે તેવી આગાહી કરી છે. આ દિવસોમાં વરસાદની કોઈ આગાહી નથી. પાંચ દિવસ તાપમાનમાં 2 ડિગ્રી વધારો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કારણ ન કારણે રાજ્યભરમાં વાદળ છાયું વાતાવરણ રહેશે. હાલ ઉત્તર પશ્ચિમથી પશ્ચિમ દિશા પવન ફુંકાઇ રહ્યાં છે. આ મહિનામાં બેવડી ઋતુનો અહેસાસ થશે. અમદાવાદમાં 15 ડિગ્રી અને ગાંધીનગર 14.6 તાપમાન નોંધાયું છે.