WeatherForcast: અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો વધતા નાગરિકોને ગરમીનો અહેસાસ થવાની શરૂઆત થઈ છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં હવામાન વિભાગ(WeatherForcast) દ્વારા નોંધાયેલાં લઘુત્તમ તાપમાનનો પારો બે ડિગ્રી સુધી ઘટ્યો હોવાની જાણકારી મળી છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાનું કારણ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હોઈ શકે છે.હાલમાં,બપોરે ગરમીનો માહોલ જોવા મળે છે તો રાત દરમિયાન ઠંડીનો અહેસાસ થવા લાગે છે જેના કારણે લોકો બીમાર પડે તેવો પણ ભય સતાવી રહ્યો છે.
તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રહે તેવી શક્યતાઓ
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિકએ આપેલી આગાહીમાં જણાવ્યુ હતુ કે, ‘ગુજરાતમાં હાલ વાતાવરણ સૂકું રહેશે.તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય. પરંતુ બે દિવસ પછી (એટલે કે આજે) બેથી ત્રણ ડિગ્રી તાપમાન નીચું જઇ શકે છે.’વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણના ઊપરી સ્તરમાં વાદળો બંધાશે, પરંતુ આ વાદળોને કારણે ગુજરાતમાં વરસાદની કોઈ સંભાવના નથી. વાદળછાયું વાતાવરણ રહેવાને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધુ રહેશે. તેથી દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રહે તેવી શક્યતાઓ છે.
જ્યારે લઘુત્તમ તાપમાનમાં રાજ્યભરમાં ઘટાડો નોંધાયો છે. એકા એક તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થતા રાત્રિ દરમિયાન અને વહેલી સવારે સામાન્ય ઠંડીનો અહેસાસ થાય છે. જ્યારે દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થતાં બેવડી ઋતુનો અનુભવ થશે. બેવડી ઋતુને કારણે રોગચાળામાં પણ વધારો થાય તેવી શક્યતાઓ છે. મુખ્યત્વે લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં વધુ તફાવત હોવાથી વાયરલ ઇન્ફેક્શનના કેસમાં પણ વધારો થાય છે. હાલમાં રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાન સમગ્ર રાજ્યભરમાં 20 ડિગ્રી સેલ્સિયસથી ઓછુ રહે છે. પવનની ગતિ પણ સામાન્ય હોવાને કારણે રાજ્યભરમાં આગામી 48 કલાક માટે તાપમાન યથાવત રહેવાની સંભાવના છે.
હિમ વર્ષા થવાની શક્યતા
20 તારીખ સુધી ઠંડી-ગરમીની મિક્સ ઋતુ ચાલવાની આગાહી કરી છે. શિયાળાની વિદાય થાય એ વચ્ચે ઉત્તર ભારત પરથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 18,19થી 25 ફેબ્રુઆરી સુધીમાં પસાર થશે. જેના લીધે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમ વર્ષા થઇ શકે છે. આ પ્રકારનું વાતાવરણ ઉત્તર ભારતમાં રહેવાનું છે.
ઠંડી-ગરમીની મિક્સ ઋતુ ચાલવાની આગાહી
આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 21થી લઇને 26 ફેબ્રુઆરી વચ્ચે નોર્મલ ઠંડીનો રાઉન્ડ જોવા મળી શકે છે. આ કડકડતી ઠંડી નહીં હોય સામાન્ય ઠંડી હશે. આમાં પણ મિક્સ ઋતુ તો જોવા મળશે જ. રાત્રિના સમયે ખૂબ ઠંડીનો અહેસાસ થશે. જ્યારે દિવસનું તાપમાન નોર્મલ કરતાં એક-બે ડિગ્રી વધુ રહેશે.
લઘુત્તમ તાપમાન
અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 17.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે ગાંધીનગર શહેરમાં લઘુત્તમ તાપમાન 16.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કચ્છનું નલિયા રાજ્યભરમાં સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. છેલ્લા 24 કલાકમાં નલિયાનું લઘુતમ તાપમાન 11.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓના લઘુત્તમ તાપમાનમાં ફેરફાર ન થતાં તાપમાન યથાવત રહ્યું હતું. છેલ્લા 24 કલાકમાં સુરત શહેર રાજ્યભરમાં સૌથી વધુ લઘુત્તમ તાપમાન ધરાવતું શહેર રહ્યું હતું. સુરતમાં છેલ્લા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 21.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આગામી 3-4 દિવસ બાદ ફરીથી રાજ્યભરના લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થાય તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube