‘બ્લેક ફંગસથી ડરીને અમે મરી રહ્યા છીએ’ કહીને પતિ-પત્નીએ કરી લીધી આત્મહત્યા- જાણો કયાની છે ઘટના

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે હવે લોકો બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના શિકાર બની રહ્યા છે. ત્યારે કર્ણાટકથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

બ્લેક ફંગસના ડરથી કર્ણાટકમાં એક દંપતીએ આત્મહત્યા કરી લીધી છે. પતિ -પત્ની બંને કોરોના સંક્રમિત થયા હતા. તેની સ્યુસાઇડ નોટમાં પતિએ લખ્યું છે કે મારી પત્નીને ડાયાબિટીસ છે અને તેમણે જણાવતા કહ્યું છે કે, કોરોનાથી સંક્રમિત ડાયાબિટીસના દર્દીઓ પણ બ્લેક ફંગસના સંક્રમણમાં આવશે અને તે તેમના અંગો ગુમાવશે.

સુસાઈડ નોટમાં પતિએ કહ્યું કે, અમે માની લીધું છે કે, બ્લેક ફંગસને કારણે ઘણો ખર્ચ થશે અને તેથી અમે આત્મહત્યા કરી રહ્યા છીએ. મૃતકોની ઓળખ રમેશ (ઉ.વ.40) અને ગુના આર સુવર્ણા (ઉ.વ.35) તરીકે થઈ છે. બંને મેંગ્લોરના બૈકપાધ્માંયોના એક એપાર્ટમેન્ટમાં રહેતા હતા. રમેશની પત્ની ગુના સુવર્ણા ડાયાબિટીસથી પીડાતી હતી.

છેલ્લા એક સપ્તાહમાં બંનેમાં કોવિડ -19 સંક્રમણના લક્ષણો જોવા મળ્યા હતા. આત્મહત્યા પહેલા પતિ અને પત્નીએ શહેર પોલીસ કમિશનર એન શશીકુમારને ઓડિયો મેસેજ પણ મોકલ્યો હતો. આ ઓડિયો સંદેશમાં દંપતીએ કહ્યું કે, તેઓ બ્લેક ફંગસથી ડરે છે. તેથી તેઓએ આત્મહત્યા કરવાનું નક્કી કર્યું છે.

આ પછી, પોલીસ કમિશનરે તેમને કોઈ ઉતાવળમાં પગલા ન લેવા વિનંતી કરી. કમિશનરે મીડિયા જૂથો દ્વારા પણ દંપતીને શોધવા અને તેમનો જીવ બચાવવા વિનંતી કરી હતી. દરમિયાન પોલીસ એપાર્ટમેન્ટમાં પહોંચી અને બંનેએ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું.

સુસાઇડ નોટમાં જણાવવામાં આવ્યું છે કે, કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે ગુનાને ક્યારેય બાળક ન થઈ શક્યું અને તેથી લોકો તેમને વારંવાર પૂછતા હતા તે માટે તે લોકોને મળતી પણ ન હતી અને દુર રહેતી હતી. સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, ‘મારા પતિ અને મેં નક્કી કર્યું છે, અમે શરણ પંપવેલ અને સત્યજીત સુરથકલને વિનંતી કરીએ છીએ કે હિન્દુ વિધિ મુજબ અમારા અંતિમ સંસ્કાર કરો. અમે આ માટે 1 લાખ રૂપિયા રાખ્યા છે. હું પોલીસ કમિશનરને અપીલ કરું છું કે તેઓ અમારા અંતિમ સંસ્કારોમાં સહકાર આપે છે.

સુસાઇડ નોટમાં આગળ લખ્યું હતું કે, ‘ઘરની વસ્તુઓ ગરીબોમાં વહેંચવી જોઈએ અને તે અમારા માતા -પિતા માટે કોઈ કામની નથી, અમે અમારા ઘરના માલિકોની માફી માંગીએ છીએ.’ આ કેસમાં આરોગ્ય મંત્રી સુધાકરે કહ્યું કે મેંગ્લોરમાં એક દંપતીએ કોવિડ માટે સકારાત્મક પરીક્ષણ કર્યા બાદ આત્મહત્યા કરી. તે ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કર્ણાટકમાં 28 લાખ લોકો કોવિડમાંથી સાજા થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *