ઉત્તરપ્રદેશના ગોરખપુરના ગુલરિહા વિસ્તારમાં રહેતા ૫૫ વર્ષીય શ્રીરામ નિષાદે ત્રીજી પત્ની ૩૪ વર્ષીય નીલમ ઉપર આડા સબંધની શંકા હતી. આજ કારણે તેને પત્ની નીલમ ઉપર ખૂબ ગુસ્સો આવતો હતો. એટલી હદ સુધી ગુસ્સો આવ્યો કે તેણે પોતાની પત્ની ઉપર એસિડથી હુમલો કરી દીધો. તેને સમાજનો કે પોલીસનો કોઇ જ ડર ન રહ્યો હતો.
છપાક ફિલ્મ જોયા બાદ તેણે આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું માનવામાં આવે છે.ગામમાં પણ આ વાતની ચર્ચા થઈ રહી છે કે શ્રીરામે ફિલ્મ જોયા બાદ જ આ ઘટનાને અંજામ આપ્યો હશે.પરંતુ જ્યારે શ્રીરામને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું કે તેની પત્નીના અન્ય ઘણા લોકો સાથે સંબંધો હતા. એનાથી તે સદાય નાખુશ રહેતો હતો. તેણે જણાવ્યું કે તેને પોતાની સુંદરતા ઉપર ઘમંડ હતો. એટલા માટે જ તેણે આ ઘટનાને અંજામ આપ્યો. જેથી તેની પત્ની બીજા કોઈ પાસે ન જાય.
તેને લઈને ઘણા દિવસથી બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. ઘણી વખત મારપીટ પણ થઈ ચૂકી હતી. શુક્રવારના દિવસે પણ લગભગ આવી જ સ્થિતિ થઇ ગઇ હતી. બાદમાં ઝઘડો શમી ગયો હતો. રાત્રે બધા લોકો ભોજન કર્યા બાદ સુવા માટે ચાલ્યા ગયા. નીલમ 10 વર્ષની દીકરી ખુશ્બુ સાથે અગાસી પર આવેલા રૂમમાં સુવા માટે ચાલી ગઈ. સાથે પતિ પણ હાજર હતો. સૂતી વખતે પણ કોઇ વાતને લઇ બંને વચ્ચે વિવાદ શરૂ થઇ ગયો. વિવાદ બાદ ગુસ્સામાં શ્રીરામે પ્લાસ્ટિકના ડબ્બામાં પહેલેથી રાખેલું તેજાબ પત્ની નીલમ પર ફેંકી દીધું.
તેજાબ તેની ઉપર પડતાં જ નીલમ બૂમો પાડતા નીચે ભાગી. વહુ ની ચીસો સાંભળી આંગણામાં સુઈ રહેલા ૮૦ વર્ષના સસરા કુમાર નિષાદ પણ જાગી ગયા. કોઈને કશી સમજ પડતી નહોતી કે શું કરવું.પહેલા તેને પાણીથી ધોવાનો પ્રયત્ન કર્યો. બળતરા વધવાથી પરિવારના સભ્યો નીલમને પીપિગંજમાં એક પ્રાઈવેટ હોસ્પિટલ માં લઇ ગયા. ત્યાં પ્રાથમિક ઉપચાર બાદ નીલમને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવી. એસિડ એટેક માં તેની 10 વર્ષની ખુશ્બુ પણ ડરી ગઈ હતી.
તે વિસ્તારના એસ.પી અરવિંદ પાંડે જણાવ્યું કે 10 જાન્યુઆરીની રાત્રે મોટી હિંસાની ઘટના ઘટી હતી. પતિએ પત્ની અને ૧૦ વર્ષની દીકરીને તેજાબનો શિકાર બનાવી હતી. પત્ની કામ ન કરવાની વાત કહી હતી. તો પતિ નું કહેવું હતું કે તેને તેની પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા હતી. પોલીસે આરોપી શ્રીરામ વિષાદને ગિરફ્તાર કરી લીધો છે. તેણે પારિવારિક વિવાદને લઈને તેજાબ ફેંકી પત્નીના ચહેરા નેપાળી દીધો. તેણે ત્યાંથી તેજાબ લીધું હતું તે દુકાનદારને પણ હિરાસતમાં લઈને પોલીસ પૂછપરછ કરી રહી છે. તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.