હૈદરાબાદ એન્કાઉન્ટર: દેશના મોટા મોટા વ્યક્તિઓ એ આપી આવી પ્રતિક્રિયા

હૈદરાબાદમાં પશુ ચિકિત્સક સાથે દુષ્કર્મ અને ક્રૂર હત્યા મામલે ચારેય આરોપીઓને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. પોલીસની આ કામગીરીને આખા દેશમાં સામાન્ય જનતા દ્વારા બિરદાવવામાં આવી રહી છે. આ એન્કાઉન્ટર બાદ હૈદરાબાદ પોલીસના દશે દિશાએથી વખાણ થઈ રહ્યા છે. હાલ પરીસ્થિતિ એ છે કે, હૈદરાબાદમાં લોકો ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા અને પોલીસ પર ફૂલોનો વરસાદ કર્યો હતો. એન્કાઉન્ટરના સમાચાર મળતાની સાથે જ લોકો ઘટના સ્થળે પહોંચવા લાગ્યા હતા. અને રાજીને રેડ થઇ પોલીસ પર ફૂલોનો વરસાદ કરી તેમનું અભિવાદન કર્યું હતું. પોલીસે કરેલા એન્કાઉન્ટરને લઈને દેશના અલગ અલગ વય્ક્તિઓ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું છે.

તેલંગાણાના કાયદામંત્રી ઇન્દ્રકરણ રેડ્ડી એ જણાવ્યું કે, કાયદાકીય પ્રક્રિયા પહેલા જ ભગવાને તેમને સજા આપી છે. આરોપીઓએ ભાગવાની કોશિશ કરી હતી અને માર્યા ગયા. આ કારણે હૈદરાબાદ સહિત આખા દેશમાં ખુશીનો માહોલ છે. તે ઉપરાંત દિલ્હી ગેંગરેપ પીડિતા નિર્ભયાની માતાએ જણાવ્યું કે, હૈદરાબાદ પોલીસને ધન્યવાદ, આનાથી મોટો ન્યાય હોઈ જ ના શકે. હવે જલ્દી નિર્ભયાના આરોપીઓને ફાંસીની સજા થવી જોઈએ. સજામાં મોડું થતા કાયદાકીય વ્યવસ્થા પર સવાલ ઉભા થાય છે. હૈદરાબાદ રેપ પીડિતાના પિતા એ કહ્યું કે, મારી દીકરીના મોતને 10 દિવસ થયા છે. હું સરકાર અને પોલીસનો આભાર માનું છું. મારી દીકરીની આત્માને શાંતિ મળશે. તેમજ ઉમા ભારતી બીજેપી ઉપપ્રમુખે વધુ માં જણાવ્યું કે, એન્કાઉન્ટરની ઘટનાને અંજામ આપનારા બધા પોલીસ અધિકારી શુભેચ્છાના પાત્ર છે. હું હવે વિશ્વાસ કરી શકું છું કે બીજા રાજ્યોમાં સત્તા પર બેઠા લોકો આરોપીઓને જલ્દી સજા કરશે.

અનુપમ ખેર, અભિનેતા તેમણે કહ્યું: ચાલો, હવે જેટલા લોકોએ આવો અપરાધ કરનારાઓ સામે આવાજ ઉઠાવ્યો હતો અને કડક સજા કરવાની માગ કરી હતી. એવા બધા મારી સાથે બોલો ‘જય હો’. યોગગુરુ રામદેવે કહ્યું: પોલીસે જે પણ કર્યું તે સાહસપૂર્ણ કામ છે. મને લાગે છે કે ન્યાય થયો છે અને જે કાયદાકીય સવાલ ઉભા થઈ રહ્યા છે તે અલગ વાત છે. મને લાગે છે કે દેશની જનતાને હવે સંતોષ મળશે. માયાવતી યુપીની ભૂતપૂર્વ મુખ્યમંત્રી એ જણાવ્યું કે, યુપીમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ વધી રહ્યા છે. પરંતુ પ્રદેશ સરકાર ઊંઘી રહી છે. યુપી અને દિલ્હી પોલીસે હૈદરાબાદ પોલીસથી શીખવાની જરૂર છે. દુર્ભાગ્યપૂર્ણ છે કે અહિં આરોપીઓને મહેમાનોની જેમ જોવામાં આવે છે. કારણ કે યુપીમાં હાલ જંગલરાજ છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે જણાવ્યું કે, કાયદાકીય વ્યવસ્થાની હટીને આ પ્રકારના એન્કાઉન્ટર યોગ્ય નથી. આપણે વધુ જાણવાની જરૂર છે. જો ક્રિમિનલ્સ પાસે હથિયાર હતા તો પોલીસ પોતાની કાર્યવાહીને યોગ્ય ગણાવી શકે છે. જ્યાં સુધી સંપૂર્ણ વાત સામે ના આવે ત્યાં સુધી આપણે ટીકા ના કરવી જોઈએ. પરંતુ કાયદાથી ચાલતા સમાજમાં આ પ્રકારની ગેરકાયદાકીય હત્યાઓને યોગ્ય ના ગણાવી શકાય. મેનકા ગાંધી એ કહ્યું કે, જે પણ ઘટના બની એ ખૂબ જ ભયાનક છે દેશ માટે. તમે કોઈને એટલા માટે નથી મારી શકતા કારણ કે તમે એને મારવા માંગો છો. તમે કાયદાનું ઉલ્લંઘન ના કરી શકો. એ લોકો(આરોપી) ને ક્યારેક તો ફાંસીની સજા જરૂર થઈ હોત. અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, એન્કાઉન્ટર પર લોકો ખુશી અને સંતોષ જાહેર કરી રહ્યા છે. પરંતુ ચિંતાની વાત છે કે લોકોનું ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમથી વિશ્વાસ ઉઠી ગયો છે. આ અંગે દરેક સરકારે મળીને વિચાર કરવાની જરૂર છે. ઉપરાંત એન્કાઉન્ટર પર સમાજવાદી પાર્ટી સાંસદ જયા બચ્ચને કહ્યું કે ‘દેર આએ, દુરુસ્ત આએ’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *