હાલમાં ભારતીય બજારમાં સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ સેગમેન્ટમાં દક્ષિણ કોરિયન કંપની હ્યુન્ડાઇની નવી કાર Alcazarએ માર્કેટમાં ખૂબ જ ધૂમ મચાવી છે. જણાવી દઈએ કે, આ એક SUV કાર છે. કંપની દ્વારા કાર હાલમાં જ બજારમાં લોન્ચ કરવામાં આવી છે. આ સાથે જ કંપની દાવો કરી રહી છે કે માત્ર 1 જ મહિનામાં આ કારના 11,000થી વધુ યુનિટ બુક થઈ ગયા છે. આ કાર 6 અને 7 સીટમાં મળશે. આ કારનું ડીઝલ હાલમાં સૌથી વધુ ડિમાન્ડ પર છે. જાણવા મળ્યું છે કે, અત્યાર સુધીમાં 5600 યુનિટ ડિઝલ મોડેલના વેચાય ચૂક્યા છે.
1 જ મહિનામાં આ કારના 11,000થી વધુ યુનિટ બુક
જણાવી દઈએ કે, ભારતીય બજારમાં ત્રણ રો વાળી આ SUV કંપનીના પ્રખ્યાત મોડેલ CRETAને મળતી આવે છે. આ ઉપરાંત, કારના પેટ્રોલ વેરિયન્ટમાં 2.0 લિટરનું એન્જિન આપવામાં આવ્યું છે. આ સાથે જ ડીઝલ વેરિયન્ટમાં 1.5 લિટરનું એન્જિન આપવામાં આવ્યું છે. આ 6 ઓટોમેટિક ગિયર બોકસ સાથે આવે છે. જાણવા મળ્યું છે કે, આ SUV માત્ર 10 જ સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે.
10 જ સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ
વધુમાં જણાવી દઈએ કે, 10.25 ઇંચનું ઇનફોટાઈન્મેન્ટ ટચસ્ક્રીન સિસ્ટમ આપવામાં આવી છે. જેમાં એન્ડ્રોઇડ અને એપલ પ્લે બંનેનો સપોર્ટ મળે છે. 7 ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, સનરૂફ, 6 એરબેગ, વ્હીકલ સ્ટેબિલિટી મેનેજમેન્ટ, માઉન્ટેડ સીટ, હિલ સ્ટાર્ટ, ABS અને EBD જેવી સુવિધાઓ પણ મળે છે. પેટ્રોલ વેરિયન્ટનીન કિંમત 16.30 લાખ અને ટોપ વેરિયન્ટની કિંમત 19.84 લાખ રૂપિયા છે. આ ઉપરાંત, બીજી તરફ ડીઝલ વેરિયન્ટની કિંમત 16.53 લાખથી લઈ 19.99 રૂપિયા સુધીની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.