ઠગાઈ કરવામાં તો PM મોદીને પણ ન મુક્યા, આ રીતે ઢોંગી બાબાએ સોનાની ચોરીને આપ્યો અંજામ

તમે છેતરપીંડીની કેટલીય ઘટનાઓ સાંભળી હશે પણ હાલમાં જે ઘટના સામે આવી છે એને જાણીને આપને ખરેખર ખુબ આશ્વર્ય થશે. વ્યારા જીલ્લામાં આવેલ વાલોડ તાલુકામાં આવેલ તીતવા ગામમાં કારમાં સવાર એક બાબા તથા તેના મળતિયાએ યુવકને રસ્તો પૂછવાને બહાને અટકાવીને તેની સોનાની ચેન પડાવી ગયા હતા.

બાજીપુરામા રહેતા પ્રકાશભાઇ બારકુભાઇ પાટીલ મઢી ગામમાં ચાલતી સાઇટ પર મજૂરોને સામાન આપીને બાજીપુરા આવી રહ્યા હતા ત્યારે તીતવા ગામ નજીક નંબર પ્લેટવાળી સ્વીફ્ટ કારના ચાલકે મોપેડ ઉભી રખાવીને પુછ્યું હતું કે, “હમકો નાશીક જાના હૈ તો કહાશે જાનેકા ?” ત્યારે ડ્રાઇવરને બાજીપુરા, વાલોડ, સાપુતારા થઇ નાશિક જવાશે, એમ કહ્યું હતું.

નરેન્દ્ર મોદી ભી મેરે આશીર્વાદ સે પ્રધાનમંત્રી બનેે હૈ:
ત્યારપછી ડ્રાઇવરે કારમાં બેઠેલા બાબાનો પરિચય કરાવાતાં બાબાએ પ્રકાશભાઇને કહ્યું હતું કે ‘તુમ બહોત દુઃખી દિખતે હો, ચિંતા મત કરો, નરેન્દ્ર મોદી ભી મેરે આશીર્વાદ સે PM બનેે હૈ, મેરા આશીર્વાદ લેલો, ગાડી કી ડીક્કીમે કરોડ રૂપિયા પડા હૈ, ચાહીયે ક્યા આપકો તેમજ ભોગ બનનારના હાથમાં 20ની નોટ મૂકી મુઠ્ઠી બંધ કરાવીને બાબા કહેવા લાગ્યા કે, બેટા તૂ કરોડપતિ બન જાયેંગા, એવું કહેવા લાગ્યો. જેથી તેઓ સંમોહિત થઇ ગયા હતા. ત્યારપછી તેમને કોઈ ભાન રહ્યું નહિ તથા બાબાની વાતોમાં આવી તેમના ગળામાં પહેરેલ સોનાની ચેન માગતા આપી દીધી હતી.

બાબાના આખા શરીરે ભભૂત લગાવેલી હતી:
ત્યારપછી સ્વિફ્ટ ડિઝાયર ગાડીનો ચાલક ત્યાંથી બાજીપુરા હાઇવે બાજુ જઈ રહ્યા હતા. ત્યારપછી 5 મિનિટ પછી ભાન આવી ત્યારે ખબર પડી કે, બાબાએ ફરિયાદીને વિશ્વાસમાં લઇ તેમની પાસેથી સોનાની ચેન, જે અંદાજે 2.5 તોલાની, જેની કિંમત કુલ 70,000 રુપીયાના મતાની ઠગાઇ કરીનબે ભાગી ગયા હતા.

બાબાની ઉંમર અંદાજે 50થી 55 વર્ષની હોવાનું જાણવા મળી રહ્યું છે કે, જેણે આખા શરીરે ભભૂત લગાવેલી હતી તેમજ સ્વિફ્ટ ડિઝાયર ગાડીનો ચાલક 25 વર્ષનો તથા મજૂબત બાંધાનો હોવાનું ભોગ બનનારે કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *