અમદાવાદની સિવિલ હોસ્પિટલના તબીબોએ જટિલ સર્જરી વિના મુલ્યે કરી યુવકને કર્યો હરતો-ફરતો

અમદાવાદ(ગુજરાત): લાંબા સમયથી મધ્યમપ્રદેશ(Madhya Pradesh)ના ઉજ્જૈન જિલ્લા(Ujjain district)ના રહેવાસી રીયાઝ ખાન(Riaz Khan) કમરમાં દુઃખાવાથી પીડાતા હતા. તેઓને હલન-ચલનમાં પણ અનેક મુશ્કેલીઓ આવતી હતી. તેથી તેઓ ઇન્દોર ખાતેની હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. તે દરમિયાન ત્યાના ડોકટરોએ તેને સર્જરીની ખાતરી આપી પણ તે સંપૂર્ણપણે સફળ થશે કે નહીં તેના પર શંકા સેવવામાં આવી હતી. ડોક્ટરોએ જણાવ્યું હતું કે, આ સર્જરી માટે 3 થી 4 લાખનો ખર્ચ થશે. આ પછી રીયાઝને સગા-વ્હાલાઓએ જણાવ્યું હતું કે, અમદાવાદની સિવિલ હોસ્પિટલ(Civil Hospital, Ahmedabad)ના તબીબોએ આ પ્રકારની જટીલ સર્જરી સફળતાપૂર્વક કરી આપવામાં આવશે. ત્યારે રીયાઝભાઇના મનમાં એક આશાની કિરણ જાગી હતી અને તેને વિલંબ કર્યા વગર તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચી ગયા હતા.

સૌ પ્રથમ તો સિવિલ હોસ્પિટલના તબીબોએ રીયાઝભાઇના વિવિધ રીપોર્ટસ કરાવ્યા હતા. જેમાં કમરના L-4 અને L-5 મણકાની તકલીફ હોવાનું સામે આવ્યું હતું. જેના લીધે તેઓને હલન-ચલન કરવામાં તકલીફ પડતી હતી. જેથી સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જનોએ તાત્કાલિક તેમની સર્જરી શરુ કરી હતી. લગભગ ચાર કલાકની જટિલ સર્જરી બાદ અંતે રીયાઝભાઇની સર્જરીનો અને તેની સાથે લાંબા સમયની પીડાતા હતા તે બંનેનો અંત આવ્યો હતો. ત્યારબાદ તેઓ પીડામુક્ત થયા હતા.

રીયાઝ ભાઇ સિવિલ હોસ્પિટલ અને ગુજરાત સરકાર પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરીને જણાવે છે કે,”આયુષ્યમાન કાર્ડ ન હોત તો હું અપંગ બની ગયો હોત”. રીયાઝને આયુષ્માન કાર્ડ હેઠળ સમગ્ર સારવાર નિ:શુલ્ક મળતા તેમની ખુશી ઉચે આકાશે ચડી ગઈ હતી. તેઓએ અમદાવાદ સિવિલ હોસ્પિટલના વ્યવસ્થાપન અને સેવાઓની પણ વાહ વાહી કરી હતી.

રીયાઝભાઈના જણાવ્યા મુજબ, મધ્યપ્રદેશની હોસ્પિટલ દ્રારા ઓપરેશન સફળ થવાની ફક્ત 10% ગેરંટી આપવામાં આવી હતી. જેને કારણે મારી ચિંતામાં વધારો થયો હતો. પરંતુ સિવિલ હોસ્પિટલના તબીબોએ તેમની કુશળતા સાબિત કરીને મારી સ્પાઇનની સફળ સર્જરી કરી મને સંપૂર્ણપણે પીડામુકત કર્યો છે.

અત્રે નોંધનીય છે કે, સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 23મી સપ્ટેમ્બર 2018 ના રોજ જનહિતલક્ષી આયુષ્યમાન ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જેને આજે ત્રણ વર્ષ પૂર્ણ થશે. આ યોજનાએ ત્રણ વર્ષમાં ખરા અર્થમાં અસંખ્ય ર્દદીઓને પીડામુક્ત બનાવી તેમને નવું જીવન આપ્યું છે. અમદાવાદ જિલ્લાના 16,246 દર્દીઓએ અંદાજીત 38.43 કરોડના ખર્ચે PMJAY કાર્ડ હેઠળ સારવાર મેળવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *