Youtube માંથી મળ્યો આઈડિયા, મહુડા માંથી બનાવ્યું સેનેટાઈઝર

મહુડાનું દેશી દારૂ બનાવવા માટે એમપી અને અલીરાજપુર અને જાંબુ અંચલ પહેલાથી પ્રખ્યાત હતું. અત્યારે અહીંના આદિવાસીઓ માંથી એક અનોખું કામ કર્યું છે. તેણે દેશી રીતથી મહુડાથી સેનેટાઈઝર બનાવ્યું. જેની 200 એમએલની એક બોટલ માત્ર 70 રૂપિયાની છે જ્યારે બજારમાં એટલી જ માત્રાનું સેનેટાઈઝર લગભગ ૩૦૦ રૂપિયાનું મળે છે.

કોરોનાવાયરસથી દરેક કોઈ પોતાની રીતથી જંગ લડી રહ્યું છે. આ જંગમાં સેનેટાઈઝર મોટું હથિયાર છે.મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાની ૧૦ આદિવાસી મહિલાઓના ગ્રુપે youtube પર સેનેટાઈઝર બનાવવાનું શીખ્યા અને જ્યારે આલ્કોહોલ ની અછત થઈ તો મહુડાના દારૂમાંથી સેનેટાઈઝર બનાવી તેમણે લોકોને સસ્તામાં વેચવાનું શરૂ કર્યું. મહતવની વાત તો એ છે કે સ્વાસ્થ્ય વિભાગે પણ તપાસ કરી તેમાં મહુડાને સેનેટાઈઝર તરીકે ઉપયોગી માન્યું.

એમપીના આદિવાસી બહુલ અલીરાજપુર જિલ્લાના ધામંદા ગામની સહાયતા સમૂહની 10 મહિલાઓ એ પહેલા મોબાઈલ પર youtube થી સેનેટાઈઝર બનાવવાનું શીખ્યું.અને જ્યારે આલ્કોહોલ મળવાનું બંધ થયું તો વિસ્તારમાં સહેલાઇથી ઉપલબ્ધ મહુડાની બાષ્પીભવન વિધિથી દારૂ બનાવી તેનું મહુડાનું સેનેટાઈઝર બનાવી સસ્તી કિંમતે ઉપલબ્ધ કરાવી રહી છે.

આ ૧૦ મહિલાઓના ગ્રુપે મહુડા થી બનાવેલા સેનેટ રાઈઝર ને સૌ પ્રથમ સ્થાનિક સ્વાસ્થ્ય વિભાગના ડોક્ટરો પાસે તેની તપાસ કરાવડાવી અને તમામ તપાસ માં ઊતીર્ણ થયા બાદ પ્રમાણપત્ર મેળવી તેને બજારમાં લોન્ચ કર્યું.

આ ૨૦૦ મિલીગ્રામ ના મહુડા સેનેટાઈઝર ને સમૂહ 70 રૂપિયા માં વેચે છે.માર્કેટમાં એટલી જ માત્રાનું સેનેટાઈઝર ત્રણસો રુપિયા થી વધારે કિંમતે મળી રહ્યું છે. સ્થાનીય જનપદ CEO કહે છે કે youtube પર આ મહિલાઓ તમામ વસ્તુ શીખ્યા. અને તેમની પ્રોડક્ટ મેડિકલી અપ્રુવ થયા બાદ બજારમાં છે.

પ્રેરક આજીવિકા મિશન સાથે જોડાયેલા અમરસિંહે જણાવ્યું કે મહુડાનું સેનેટાઈઝરબનાવવા નો ખ્યાલ અમારા મગજમાં એટલા માટે આવ્યો કે પહેલા spirit થી સેનેટ રાઈઝર બનાવતા હતા પરંતુ જ્યારે spirit માર્કેટમાં ન મળી રહ્યું હતું તો અમે એક પ્રયોગ કર્યો કારણ કે સ્પિરિટ પણ આલ્કોહોલ જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *