હમણાં થોડા સમય પહેલા જ વકીલ મેહુલ બોઘરા(Advocate Mehul Boghra) પર થયેલા હુમલા બાદ TRB જવાનો ચર્ચાનો વિષય બની ગયા છે. એક TRB જવાનની કામગીરી શું હોય છે, તેમની પાસે કેટલી સત્તા હોય છે અને તેમની ભરતી કઈ રીતે થાય છે. તો ચાલો આજે જાણીએ…
TRB જવાન એટલે શું?
ટ્રાફિક નિયમનમાં મદદરૂપ થાય તેને TRB જવાન કહેવામાં આવે છે. TRBનું પૂરું નામ છે ટ્રાફિક બ્રિગેડ. તેમની ઓળખ અમદાવાદ સહિત અમુક જિલ્લાઓમાં ‘ટ્રાફિક વોર્ડન’ તરીકેની છે. TRB જવાનને પોલીસ કહી શકાય નહિ.
TRBના જવાન પાસે ખરેખર કઈ સત્તા હોય છે?
આ અંગે જાણવા મળ્યું છે કે, TRB જવાન પાસે ટ્રાફિક પોલીસ જેવી સત્તા હોતી નથી. તેમની મુખ્ય કામગીરી ટ્રાફિક નિયમનની જ છે. અન્ય કોઈ જ સત્તા તેમની પાસે નથી.
TRB જવાન વાહનચાલકને રોકી દસ્તાવેજ માગી શકે?
TRB જવાનનું કામ માત્ર અને માત્ર ટ્રાફિકનું સંચાલન કરવાનું જ છે અને યાતાયાત સરળતાથી થઈ શકે એ જોવાનું છે. જેથી ટ્રાફિક બ્રિગેડની કામગીરીમાં ચેકિંગ કે દસ્તાવેજ તપાસવાનું આવતું નથી.
TRB જવાન વાહન ચાલકને અટકાવી શકે ખરા?
TRB જવાન કોઇની અટકાયત કરી શકે નહિ. આ તમામ કામગીરી ટ્રાફિક શાખાના કર્મચારી જ છે. તેમજ TRB જવાન મેમો પણ બનાવી શકે નહિ.
TRB જવાનની ગેર વર્તૂણકની ફરિયાદ ક્યાં કરી શકાય?
જો કોઈ TRB જવાનની ગેર વર્તૂણકની ફરિયાદ કરવી હોય તો, દરેક શહેરની ટ્રાફિક શાખામાં કરી શકાય છે. ટ્રાફિક DCP અને JCPને પણ ફરિયાદ કરી શકાય. આ ઉપરાંત, પોલીસ કમિશનર સમક્ષ પણ ફરિયાદ કરી શકાય. તેમજ તેઓની રોજની 8 કલાકની ડ્યૂટી હોય છે.
TRB જવાનનું વેતન કેટલું હોય?
અમદાવાદમાં થયેલ ભરતી મુજબ 3 વર્ષ ફરજ બજાવી શકે છે. TRB જવાનને ચોક્કસ પગાર આપવામાં આવતો નથી. તેમને માનદ વેતન આપવામાં આવે છે જેમ કે, લગભગ 300 રૂપિયા પ્રતિ દિવસ.
વાહનના દસ્તાવેજ સાથે નથી તેવા સંજોગોમાં શું કરવું?
ખાસ કરીને જયારે વાહનોના તમારી સાથે ન હોય, ત્યારે દસ્તાવેજ હવે તમારા મોબાઇલમાં જ સાચવી શકો છો. આ માટે Mparivahan ઍપ કે પછી digilocker ઍૅપમાં દસ્તાવેજ સાચવી શકાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.