સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. ત્યારે સરકારે કોરોના સામે લડવા માટે રસી લેવાની વિનંતી કરી છે અને સાથે સાથે કેટલીય સામાજિક સંસ્થાએ પણ લોકોને રસી લેવા માટે અપીલ કરી છે. ત્યારે આ બધા વચ્ચે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.
અપૂર્તિ પ્રણાલીઓ અને પારદર્શી ખરીદ તેમજ પ્રશાસન દ્વારા પ્રોદ્યોગિકી સમર્થિત કોવિન પ્લેટફોર્મના માધ્યમથી વાસ્તવિક કોરોના વાયરસની વેક્સિન પ્રદાન કરવાના કેન્દ્રના પ્રયાસો છતાં પણ WHOએ ભયંકર ચેતવણી આપી છે.
WHOએ મંગળવારના રોજ દક્ષિણ-પૂર્વ એશિયા અને આફ્રીકામાં નકલી કોવિશીલ્ડ રસીના ડોઝ મળી આવતા એલર્ટ કરી દીધા છે. WHOએ કહ્યું છે કે, જુલાઇ અને ઓગસ્ટમાં નકલી રસીના ઉત્પાદનોની સૂચના આપવામાં આવી હતી. WHOના કહ્યાં અનુસાર, કોવિશિલ્ડના ભારતીય નિર્માતા SIIએ પુષ્ટી કરી હતી કે, કોરોના દર્દીના રિપોર્ટ બાદ કેટલાક રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
WHOએ ભારતના દવાખાના, ક્લિનીક, સ્વાસ્થ્ય કેન્દ્ર, ડીલર્સ, ફાર્મસીઓને પણ સાવચેતી વધારવાનો આગ્રહ કર્યો છે. WHOએ નકલી રસીઓથી પ્રભાવિત થનારા દેશો અને ક્ષેત્રોને પણ સાવચેત રહેવા માટે આદેશ આપ્યો છે. ભારતમાં કોવિશીલ્ડ 2mlની જાણ થઇ હતી, પરંતુ જોવા જઈએ તો SII 2mlમાં વેક્સિનનું ઉત્પાદન કરતું નથી. યુગાન્ડામાં કોવિશીલ્ડ બેચ 4121040 અને એક્સપાયરી ડેટ 10.08.2021 સાથે મળી આવી હતી. જેની ચકાસણી SIIએ કરી હતી.
WHOએ કહ્યું છે કે, વાસ્તવિક કોવિશીલ્ડ વેક્સિન SARS-CoV-2 વાયરસના કારણે થનારા કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે 18 વર્ષ કે તેનાથી વધારે ઉંમરના વ્યક્તિઓને રસીકરણ કરવા માટેના સંકેત આપવામાં આવ્યા છે. વાસ્તવિક કોરોના વાયરસની રસીનો ઉપયોગ રાષ્ટ્રીય નિયામક અધિકારીઓના આધિકારીક માર્ગદર્શન અનુસાર થવું જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.