બે દિવસમાં કોરોના કાબુમાં ન આવ્યો તો ગુજરાતમાં લાગુ થશે આ કડક નિયંત્રણો- રાત્રી કરફ્યુમાં થઇ શકે મોટો ફેરફાર

ગુજરાત(Gujarat): રાજ્યમાં કોરોના(Corona) હવે ઘરે ઘરે પહોંચી ગયો તેવું દરરોજ નોંધાઈ રહેલા કેસો પરથી લાગી રહ્યું છે. કોરોનાની ગંભીર બની રહેલી સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે…

ગુજરાત(Gujarat): રાજ્યમાં કોરોના(Corona) હવે ઘરે ઘરે પહોંચી ગયો તેવું દરરોજ નોંધાઈ રહેલા કેસો પરથી લાગી રહ્યું છે. કોરોનાની ગંભીર બની રહેલી સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે ગુજરાત સરકારે કોવિડ ટાસ્ક ફોર્સ(Covid Task Force)ના સભ્યોથી લઈ જિલ્લા કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરો સહિતના અનેક અધિકારીઓ સાથે બેઠકોનો દૌર શરૂ કરી દીધો છે.

તો હવે કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યો દ્વારા સરકારને નિયંત્રણો અને પ્રતિબંધો વધુ કડક કરવા અને લગ્નોમાં સંખ્યા ઘટાડવા જેવા અનેક મુદ્દાઓ પર સૂચન કરવામાં આવેલ છે. જો આગામી બે દિવસ એટલે કે શનિવાર સુધીમાં કોરોનાના કેસો આ જ ગતિએ આસમાની ગતિએ આગળ વધતા રહેશે તો સરકાર રવિવારથી લાગુ નિયંત્રણો વધુ કડક કરી શકે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. જો નિયંત્રણો કડક કરવામાં આવે તો નાઇટ કર્ફ્યૂનો સમય રાતના 10ને બદલે 9થી સવારના 6 વાગ્યા સુધીનો કરી શકે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે, જ્યારે લગ્નોમાં મહેમાનોની છૂટ 150થી ઘટાડી 100 કરે તેવું આ કોરોનાના કેસોને જોતા લાગી રહ્યું છે.

આગામી બે દિવસમાં જે કોરોના કેસ આવશે તેના પર નજર રાખી નિર્ણય કરશે:
હાલમાં કોરોનાના કેસને લઈ ઉભી થયેલી ગંભીર પરિસ્થિતિ પર સરકાર બાજ નજર રાખી રહી છે. જો જનતા સોશિયલ ડિસ્ટન્સિગ અને માસ્ક જેવા નિયમોનું પાલન નહીં કરે તો સરકાર વધુ કેટલાક આકરા પ્રતિબંધો લગાવે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. આગામી બે દિવસ સુધી સરકાર કોરોનાના કેસ અંગે સ્થિતિની સમીક્ષા કરશે અને ત્યાર પછી કોવિડ ટાસ્ક ફોર્સના સૂચનો અને વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે.

કોરોનાની નવી ગાઇડલાઇન્સમાં ખાસ કરીને મોલ-મલ્ટીપ્લેક્સ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, હોટેલ-રેસ્ટોરાં, પાનનાં ગલ્લાંઓ અને ખાનગીઓ ઓફિસોમાં કર્મચારીઓની સંખ્યા મર્યાદિત કરે તેવી પુરેપુરી શક્યતાઓ સેવાઈ રહી છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સરકારી અને ખાનગી ઓફિસોમાં 50 ટકા કર્મચારીઓ સાથે કામ કરવાની છૂટ આપવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. તેમજ 10 ઉપરાંત અન્ય શહેરોમાં નાઇટ કર્ફ્યૂ લાગુ થઇ તેવી શક્યતાઓ વધી રહેલા કેસને જોતા લાગી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *