સામાન્ય રીતે તો શાળાઓ (School)માં માત્રને માત્ર ચોપડીયું જ્ઞાન જ આપવામાં આવતું હોય છે. પરંતુ, ડભોઇ(Dabhoi) તાલુકામાં આવેલી એક શાળામાં ભણવાના અભ્યાસક્રમ (Curriculum)ની સાથે એવી ઘણી પ્રવૃતિઓ કરાવે છે જે જીવનમાં ઘણી કામ આવે છે. આ વાયદપુરા પ્રાથમિક શાળા (Vaidpura Primary School)ના આચાર્ય આવું અનોખું કાર્ય કરીને ગુજરાત (Gujarat)ભરમાં નામના મેળવી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર, ડભોઈ તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં પુરતી સુવિધાઓ પણ મળતી નથી, આવી સ્થિતિમાં વાયદપૂરા ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલે ખુબ જ પ્રેરણાદાયી કાર્ય કર્યું છે. તેમણે બાળકોમાંથી કુપોષણ દુર કરવાનું અભિયાન હાથ ધાર્યું છે. જેના માટે તેમણે શાળાની અંદર કિચન ગાર્ડન બનાવ્યું, જેથી શાળાના વિદ્યાર્થીઓને શુદ્ધ શાકાહારી ઓર્ગેનિક શાકભાજી ખવડાવી શકાય. આ સિવાય ત્યાના વિદ્યાર્થીઓને શાકભાજીનું વાવેતર કેવી રીતે કરવું અને ભણતરની સાથે ખેતી કરીને વધુ કમાણી કેવી રીતે કરી શકાય આ અંગે ઘણું જ્ઞાન ત્યાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.
હાલ આ શાળાની અંદર ફ્લાવર, કોબીજ, દુધી, રીંગણ જેવા અનેક શાકભાજીઓ ઉગાડવામાં આવે છે અને શાળામાં રહેલી પડતર જગ્યાનો ઉપયોગ કરાય છે. કોરોનાના અતિમુશ્કેલ સમયગાળા બાદ રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં મધ્યાહન ભોજન બંધ કરાવ્યું છે. તે દરમિયાન આ શાળાના પ્રિન્સિપાલે આગવી સૂઝબૂઝથી શાળામાં ભણતા બાળકોને બપોરનું ભોજન પુરુ પાડ્યુ હતું.
અત્યારના મોર્ડેન જમાનાની ઘણી છોકરીઓને 18 વર્ષ પૂર્ણ થાય તો જમવાનું બનાવતા આવડતું હોતું નથી, આ બાબતને ધ્યાનમાં લઇ શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીનીઓને મેથીના ઢેબરા, વિવિધ પ્રકારના શાક અને તેમાં મસાલા કેવી રીતે ઉપયોગ કરવા, ગરમીની સીઝનની અંદર લીંબુ શરબત, કેરીનો બાફલો કેવી રીતે ચટાકેદાર બનાવી શકાય. આવી દરેક બાબતનું સંપૂર્ણ જ્ઞાન અભ્યાસ સાથે આપવામાં આવે છે. રોજ અવ-નવું શીખવા મળતું હોવાને કારણે વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળે છે. વિદ્યાર્થીઓ પોતાની જાતે જ એક કલાક વહેલા શાળાએ પહોચી જાય છે. અને દરેકને વહેચવામાં આવેલ કામ કરવા માંડે છે. વિદ્યાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ જોઈ લોકો ત્યાના શિક્ષકોની ખુબ જ પ્રશંશા કરી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર, આ શાળામાં આવતાં શિક્ષક અને શિક્ષિકા બંને પતિ-પત્ની છે અને બંને વાયદપૂરા ગામના બાળકોને ખુબ જ ઊંચાઈએ લઈ જવા માંગે છે. આ ગામનો છોકરો કે છોકરી કોઈ પણ ક્ષેત્રની અંદર પાછળ ના પડે તેથી પતિ-પત્ની છેલ્લા ઘણા વર્ષોથી વાયદપુરા પ્રાથમિક શાળામાં ફરજ બજાવી રહ્યા છે. નરેન્દ્રભાઈ ચૌહાણ પ્રિન્સીપાલ છે, તેમના પત્ની શકુંતલાબેન ચૌહાણ શિક્ષિકા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.