જો મોદી-શાહ થોડી વાર માટે પણ ભેગા થશે, તો ગુજરાત ભાજપમાં ઘણાને આવશે હાર્ટએટેક – લેશે આવા નિર્ણય

26 ફેબ્રુઆરીના રોજથી શરૂ થઇ રહેલા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે નાણામંત્રી નીતિન પટેલ રાજ્યનું વર્ષ 2020-21નું બજેટ રજૂ કરશે. આ સત્ર 31 માર્ચ, 2020ના રોજ પૂરું થશે. સત્રમાં કુલ ૨૨ દિવસનું કામકાજ અને ૨૨ બેઠક યોજાશે. સત્રના બુધવારના પ્રથમ દિવસે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણાંમંત્રી નીતિન પટેલ ગુજરાત રાજ્યનું સને 2020-21ના વર્ષનું અંદાજપત્ર રજૂ કરશે. જે નાણાંમંત્રી તરીકે તેમનું 8મું બજેટ હશે.  ગુજરાત વિધાનસભાના પ્રથમ દિવસે જ નાણાંમંત્રી નીતિન પટેલ અંદાજપત્ર રજૂ કરશે.વર્ષ 2019-10માં રાજયના બજેટનું કદ રૂા.1,91,817 કરોડ હતું તે આ વખતે વધીને રૂા.2 લાખ કરોડના આંકને પાર કરી જશે તેવો અંદાજ છે. તમામ વર્ગને ખુશ કરવાના પ્રયત્નોના પગલે બજેટમાં કોઇ ખાસ વેરાકીય ભારણ રહેવાની શક્યતા નહીંવત્ છે. બીજીતરફ આવકમાં ધરખમ ઘટાડાને કારણે યોજનાકીય ખર્ચમાં પણ અસર પડી શકે છે.

સરકારે રાખેલા લક્ષ્યાંક સામે એપ્રિલથી જાન્યુઆરી માસ સુધીમાં 12 હજાર કરોડ જેટલી આવક ઓછી થઇ છે. સરકારે એપ્રિલથી જાન્યુઆરી માસ દરમ્યાન 40,610 કરોડની આવકનો લક્ષ્યાંક રાખ્યો હતો. જેની સામે માત્ર 36,298 કરોડની આવક થઇ હતી. કેન્દ્ર સરકાર પાસેથી જીએસટીનું મળવાપાત્ર વળતર 12,841 કરોડ હતું જેની સામે કેન્દ્રએ માત્ર 8,529 કરોડ રૂપિયા જ આપ્યા છે. ત્યારે વળી બીજી તરફ, વેટની આવકમાં ગત વર્ષની સરખામણીએ 5 ટકાનો ઘટાડો થયો છે. ગત વર્ષે વેટની આવક 18,500 કરોડ હતી જ્યારે ચાલુ વર્ષે 17,607 કરોડની જ આવક થઇ છે. આ વર્ષે પાલિકા- પંચાયતોની ચૂંટણી હોવાથી સરકાર તમામ વર્ગને ખુશ રાખવા પ્રયાસો કરે તેવી શક્યતા છે.

જોકે, આમ તો સંગઠનમાં ફેરબદલની પ્રક્રિયા ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી દેવાની હતી. પરંતુ અમુક સંજોગોના કારણે આ કામગીરી પર બ્રેક લાગી જતી હતી. ગુજરાત ભાજપમાં ફેરફારને લઈને નિર્ણય મોદી-શાહને કરવાનો છે. હાલમાં હોમ સ્ટેટને કાર્યવાહક તરીકે ચલાવી રહ્યા છે. ત્યારે આ બાબત રાજ્યની સરકાર અને સંગઠનમાં મોટા ફેરફારના સંકેત આપી રહ્યા છે.

બજેટમાં કોને વધુ મહત્વ અપાશે ?

આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં મહાપાલિકા, નગરપાલિકા ઉપરાંત તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ યોજાવાની હોવાથી આ વખતના બજેટમાં તેની ઉપર ખાસ ફોક્સ કરાશે. આ ઉપરાંત બજેટમાં શિક્ષણ, આરોગ્ય, પાણી પુરવઠા, કૃષિ, ગ્રામ વિકાસ અને શહેરી વિકાસ જેવા વિભાગોના બજેટમાં ધરખમ વધારો કરાય તેવી સંભાવના છે. એવી જ રીતે રાજ્યમાં આ વખતે સરકાર માટે મંદી, મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોના પ્રશ્નો, કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જેવા વિશેષ પડકારો હોવાથી તે બાબતોને પણ ખાસ લક્ષમાં લઈને નવી યોજનાઓ જાહેર કરાશે એમ મનાય છે.

ગુજરાતમાં કેવા ફેરફાર કરવા તે નિર્ણય માત્ર મોદી-શાહ જ નક્કી કરશે

ગુજરાત ભાજપમાં પ્રદેશમાં ફેરફારને લઈને ફરી એક વખત ચર્ચા ચાલુ થઇ ગઈ છે. એક તરફ સંગઠનમાં ફેરફારની ઘડીઓ ગણાતી હતી. પરંતુ પહેલા રાજ્યની ૬ બેઠક પર પેટા ચુંટણી બાદમાં દિલ્હીની ચુંટણી અને એ પછી હતી ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાત. આમ અલગ અલગ કારણોસર સંગઠનની કામગીરી પર બ્રેક વાગી જતી. પરંતુ પરંતુ હવે આ તમામ કાર્યક્રમ પૂર્ણ થઇ જતા હવે પાર્ટીના નેતાઓ પણ ગેલમાં આવી ગયા છે. પરંતુ કે હવે સંગઠનમાં ફેરબદલ થઇ શકે છે. અલગ અલગ સ્થિતિઓ હાલમાં નિર્માણ પામેલી છે તેની પર નજર કરીએ તો,

શું રાજ્યમાં સરકાર અને સંગઠનમાં ફેરબદલ થશે?

હાલમાં પ્રદેશ સંગઠનમાં પદાધિકારીઓ કાર્યવાહ તરીકે કાર્યરત છે. આમ તો દેશના લગભગ રાજ્યમાં સંગઠનની સહરચના થઇ ગઈ છે. પરંતુ ગુજરતમાં જ બાકી છે. ગુજરાતમાં કેવા ફેરફાર કરવા તે નિર્ણય માત્ર મોદી-શાહ જ નક્કી કરવાના છે. ત્યારે પોતાના જ રાજ્યને કાર્યવાહ તરીકે ચલાવવામાં આવી રહ્યું છે જે એ સ્થિતિ તરફ ઈશારો કરે છે કે બધું બરાબર નથી અને રાજ્યમાં સરકાર અને સંગઠનમાં ફેરબદલ થઇ શકે છે. ભલે પછી એ સરકારમાં મંત્રી મંડળનું વિસ્તરણ કરી કોઇપણ મંત્રીને સંગઠનમાં લાવી દેવામાં આવે. કોઇપણ એક જ નેતાના હાથની જો વાત હોત તો અત્યાર સુધી સંગઠનમાં થનારા ફેરફારને જાહેર કરી દેવામાં આવ્યું હોત પણ અત્યારે સ્થિતિ એ નથી જેના કારણે જ સંગઠનની કામગીરી અટકેલી પડી છે.

બોર્ડનિગમમાં નિયુક્તિ બાકી

તો બીજી એક સ્થિતિ એ પણ હતી કે કોઈને કોઈ કારણોસર સંગઠનની કામગીરી અટકી જતી હતી. તો બીજી તરફ રાજ્યમાં ઘણા સમયથી કોંગ્રેસ માંથી ભાજપમાં ભરતીમેળો ચાલી રહ્યો હતો જેના કારણે મૂળ કાર્યકર્તાઓ નારાજ હતા અને જૂથવાદના પણ ચરમસીમાએ છે. જેના કારણે પણ બોર્ડનિગમમાં નિયુક્તિ બાકી હતી. બીજી તરફ રાજ્યસભામાં ગુજરાતની ૪ સીટ ખાલી થવાની છે. જેનું નોટીફીકેશન પણ આજે જાહેર થઇ ગયું છે. જેથી હવે તમામ મોરચે હાઈકમાંડ દ્વારા નિર્ણય કરવામાં આવે એવી અટકળો ચાલી રહી છે. સુત્રોની જો વાત માનીએ તો હાલમાં સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલનો ભરપુર અભાવ છે. તો સરકારમાં પણ કેટલાક મંત્રીઓ એક બીજાના ટાંટિયા ખેચવામાં લાગેલા છે. જેના કારણે સરકાર-સંગઠનની આબરૂના લીરેલીરા થઇ રહ્યા છે.

સરકાર અને સંગઠનને નુકશાન

અત્યાર સુધીમાં સરકારના નિર્ણયને લોકો સુધી પહોચાડવામાં પણ સંગઠન નિષ્ફળ રહ્યું છે જેના કારણે સરકાર અને સંગઠનને નુકશાન થઇ રહ્યું છે અને ભાજપની આબરુ ધૂળધાણી થઇ રહી છે. એટલા માટે જ હવે હાઈ કમાંડ આ તમામ નેતાઓનો ઈલાજ કરે એ વાત નક્કી છે. જો સરકારમાં ધડમૂળથી ફેરફાર કરે તો કેટલાક નેતાઓને રાજ્યસભામાં સાંસદ બનાવી દિલ્હી લઇ જઈ શકે છે. તો કેટલાક નેતાઓને રાજ્યપાલ પણ બનાવવામાં આવી શકે છે.

પાટીદારોને કેન્દ્રબિંદુમાં રાખીને નિર્ણય કરવો અશક્ય

એક વાત પણ છે કે, હવે ભાજપની મજબૂરી ગણો કે જાતિગત સમીકરણ પણ પાટીદારોને કેન્દ્રબિંદુમાં રાખીને નિર્ણય કરવો અનિવાર્ય છે અને એટલા માટે જ સંગઠનમાં ફેરફાર આવે તો તેમાં પાટીદારને જ પ્રમુખ બનાવી શકે છે અને સરકારમાં જો ફેરફાર આવે તો પાટીદારનું મહત્વ પણ વધે અને ઓબીસી નેતાનું પણ મહત્વ વધી જાય એવી સ્થિતિ નિર્માણ પામી શકે છે. એક મહિનામાં સંગઠનમાં જે બદલાવ કરવાના છે એ કરી દેવામાં આવે તો તેનો સીધો ફાયદો આગામી સમયમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં થઇ શકે છે. આમ હાલમાં પ્રદેશ સંગઠન અને સરકારની સ્થિતિ છે અને આગામી માર્ચ મહિનામાં આ કામગીરી હાઈ કમાંડ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવશે એવો આશાવાદ સંગઠનના નેતાઓ જ વ્યક્ત કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *