CM વિજય રૂપાણીએ ગુજરાતમાં કોરોના સંક્રમણના વ્યાપ સામે સરકારની સજ્જતા તથા સઘન આરોગ્ય સેવાઓ અંગે PM નરેન્દ્ર મોદીને માહિતગાર કર્યા હતા. મુખ્યમંત્રીશ્રી રાજ્યમાં કુલ 55,000 આઇસોલેશન બેડના 82% એટલે કે, 45,000 બેડ હજુ પણ સારવાર અર્થે ઉપલબ્ધ છે.
104 હેલ્પલાઇન સેવાનો કુલ 2.78 લાખથી વધારે લોકોએ લાભ મેળવ્યો છે. કુલ 1,700 ધનવંતરી રથ દ્વારા ડોર સ્ટેપ OPD સેવાઓ ઘરબેઠા મળી રહી છે. સમગ્ર દેશમાં ગુજરાતની પહેલરૂપ સંજીવની કોરોના ઘર સેવા અન્વયે અમદાવાદમાં કુલ 700 સંજીવની રથ દ્વારા કુલ ૩,000 કોલ્સ એટેન્ડ કરવામાં આવ્યા હતા.
અમદાવાદમાં કુલ 125 થી વધુ કિયોસ્ક તથા કુલ 74 અર્બન હેલ્થ સેન્ટરમાં સતત કોરોના ટેસ્ટ પ્રક્રિયા ચાલીઓ રહી છે. PM નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના સંક્રમણના વધતા વ્યાપ અને રાજ્યો દ્વારા સંક્રમણ નિયંત્રણ તથા સારવાર સુવિધાની સુજ્જતાનો જાયજો લઇ માર્ગદર્શન આપવા માટે દેશના 8 રાજ્યના મુખ્યમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સ બેઠકનું આયોજન કર્યું હતું.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ આ બેઠકમાં જોડાયા હતા. CM વિજય રૂપાણીએ આ બેઠકમાં ગાંધીનગરથી સહભાગી થતાં ગુજરાતમાં દિવાળીના તહેવારો બાદ કોરોના સંક્રમણ કેસમાં થયેલ વધારાની સામે રાજ્ય સરકારની આરોગ્ય સુવિધા-સારવાર વ્યવસ્થાની વિસ્તૃત જાણ PM નરેન્દ્ર મોદીને કરવામાં આવી હતી.
CM વિજય રુપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કોરોનાના આ વધેલા કેસોને ધ્યાનમાં લઇ રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ તથા અન્ય શહેરોમાં કોવિડ બેડની સંખ્યામાં વધારો કરી દેવામાં આવ્યો છે. રાજ્યમાં કોઇ સંક્રમિત વ્યકિતને સારવાર અર્થે બેડના અભાવે વંચિત રહેવું ન પડે તે હેતુસર સંપૂર્ણ વ્યવસ્થાઓ સરકાર દ્વારા કરવામાં આવી છે.
સમગ્ર રાજ્યમાં લગભગ 55,000 આઇસોલેશન બેડ ઉપલબ્ધ છે. કોરોનાથી સંક્રમિત વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં વિલંબ ન થાય તેમજ ત્વરિત દાખલ કરીને સારવાર શરૂ થઇ શકે એની માટે 108 એમ્બ્યુલન્સ સેવાઓ પ્રભાવી બનાવી દેવામાં આવી છે.
તેમણે કહ્યું કે, આ સેવા હેઠળ લોકોને ઘરે બેઠા કોવિડ અંગે આરોગ્ય સેવા મળી રહે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.78 લાખ લોકોએ 104 હેલ્પલાઇનનો લાભ મેળવ્યો છે એમ પણ ઉમેરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં જનરલ સર્વેલન્સ અને કોમ્યુનિટી સર્વેલન્સ માટે ટીમોની સંખ્યા વધારી દેવાની સાથે જ કોવિડથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ધનવંતરી રથની સંખ્યામાં વધારો કરીને 1,700 કરી દેવામાં આવી છે.
CM વિજય રૂપાણીએ ટેસ્ટિંગ પ્રક્રિયા અંગે જણાવ્યું કે, RCPTR અને એન્ટિજન્ટ ટેસ્ટિંગનો વ્યાપમાં વધારો કરી દેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ આ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, અમદાવાદ મહાનગરમાં કુલ 74 અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોના અંગેના ટેસ્ટ સતત કરવામાં આવે છે.
હાઇ વે, રેલ્વે સ્ટેશન, મોટા કોમર્શિયલ કોમ્પલેક્ષમાં મોટી સંખ્યામાં કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. CM વિજય રૂપાણીએ અમદાવાદ શહેરમાં વરિષ્ઠ નાગરિકોને કોવિડ સંક્રમણથી સુરક્ષિત રાખવા તેમજ બહેતર ઇલાજ માટે વડીલ સુખાકારી સેવાના અભિનવ પ્રયોગની જાણકારીથી PM નરેન્દ્ર મોદીને જાણ કરવામાં આવી હતી.
રાજય સરકારે કોરોના કેસમાં અચાનક થઈ રહેલ વધારા સામે સતર્કતા રાખીને અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત મહાનગરમાં રાત્રિ કરફયુનો અમલ શરૂ કર્યો છે તેની પણ જાણકારી આપવામાં આવી હતી. CM વિજય રૂપાણીએ PM નરેન્દ્ર મોદીને વિશ્વાસ આપ્યો હતો કે, વધતા સંક્રમણને અટકાવવા રાજ્ય સરકાર સંપૂર્ણ સજ્જ છે.
આ વિડીયો કોન્ફરન્સમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન સહિત વરિષ્ઠ અધિક મુખ્ય સચિવો, સચિવો સામેલ થયાં હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle