સુરતીઓ શરીર પર દેખાઈ આવાં લક્ષણો તો ચેતી જજો; વકરી રહી છે ચામડીની આ ભેદી બીમારી, લોકોમાં ભયનો માહોલ

Surat Pandemic Spread: સુરતમાં આ સિઝનમાં મોટાભાગના દર્દીઓ સ્કીન ફંગલ ઈન્ફેક્શનથી પીડાઈ રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. નવી સિવિલ હોસ્પિટલના સ્કીન રોગ વિભાગમાં…

Surat Pandemic Spread: સુરતમાં આ સિઝનમાં મોટાભાગના દર્દીઓ સ્કીન ફંગલ ઈન્ફેક્શનથી પીડાઈ રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. નવી સિવિલ હોસ્પિટલના સ્કીન રોગ વિભાગમાં હાલમાં ફંગલ ઇન્ફેક્શનના રોજના 500થી 550 જેટલા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. દર્દીઓ ફરિયાદ કરે છે કે છેલ્લા કેટલાક દિવસોથી(Surat Pandemic Spread) અતિશય ગરમીના કારણે શરીર પર ખંજવાળ, લાલાશ અને નાની ફોલ્લીઓ થઈ રહી છે. બજારમાં ઉપલબ્ધ તમામ પ્રકારની ક્રિમ અને દવાઓ રાહત આપી રહી નથી.

બજારમાં વહેંચાતા ક્રિમ અને દવા નથી કરતી અસર
જેમ-જેમ ફેબ્રુઆરી મહિનો વીતતો ગયો તેમ દર્દીઓની સંખ્યા વધવા લાગી હતી. દરિયાઈ વાતાવરણને લીધે શરીર ચીકણું અને ભેજવાળું બને છે. જેના કારણે ડર્માટોફાઇટ્સ અને યીસ્ટ જેવી ફૂગ મૃત કેરાટિનમાં વધવા લાગે છે અને ચીકણું અને ભેજવાળા વિસ્તારોમાં ફેલાય છે. જેના કારણે ત્વચામાં ફંગલ ઇન્ફેક્શન થાય છે. કામકાજના દિવસોમાં તેના દર્દીઓ વધે છે.ત્યારે ચામડીના ચેપી રોગનો ભોગ લોકો સામાન્ય રીતે 20થી 50 વર્ષના લોકો બની રહ્યા છે . અતિશય ગરમીના કારણે ચામડીના રોગો વધી રહ્યા છે. શરીર પર ખંજવાળ,લાલાશ અને નાના ફોલ્લીઓ જેવી તકલીફો આવી સામે આવી રહી છે. મહત્વનું છે બજારમાં વહેંચાતા ક્રિમ અને દવાઓથી આ રોગોમાં રાહત મળી રહી નથી.

મોટાભાગના લોકો ફંગલ ઇન્ફેક્શનનો શિકાર બન્યા
ઉનાળા દરમિયાન જંતુઓ, બેક્ટેરિયા, વાયરસ, બેક્ટેરિયા, પરોપજીવી અને ફૂગના કારણે ચેપ થાય છે. ચેપગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવવાને કારણે પણ આવું થઈ રહ્યું છે. ઘણા પરિવારોમાં એક પછી એક વ્યક્તિ સાથે આવું થાય છે. ઘણા એવા દર્દીઓ આવે છે જેમનો આખો પરિવાર તેનાથી પ્રભાવિત થાય છે. ડૉક્ટરે કહ્યું કે તેની કોઈ કાયમી સારવાર નથી, પરંતુ સારવાર અને દવા બંધ થતાં જ તે ફરીથી પ્રભાવશાળી બની જાય છે. તેનો ચેપ હંમેશા શરીરમાં રહે છે. તેની સારવાર કરી શકાય છે, પરંતુ તેને દૂર કરી શકાતી નથી.

ઉનાળામાં ફૂગ અને ફોટો સેન્સિટિવિટીના દર્દીઓ સૌથી વધુ આવે
સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, ગરમીના કારણે ચામડીના રોગોના દર્દીઓમાં વધારો થયો છે. 400થી 450 ઓપીડી આવતી હતી તે વધીને 500થી 550 થઈ ગઈ છે. ઉનાળામાં ફૂગ અને ફોટો સેન્સિટિવિટીના દર્દીઓ સૌથી વધુ આવે છે. દર્દીઓ ફરિયાદ કરે છે કે તેઓ સ્વધ્યાન કરતા હતા, પરંતુ રાહત મળતી નથી. હાલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે.