હવે રૂપિયા ઉપાડતી વખતે ATM ખાલી હોય, તો RBI ને કરો આ રીતે ફરિયાદ…

ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો બેન્કના ATMમાં કેશ કઢાવા જાય છે પરંતુ ATM ખાલી મળે છે. એક પછી એક અનેક ATM પર ભટકવા છતાંય પૈસા નથી મળતા. ઘણીવાર તો ATMમાં કેટલાંય દિવસ સુધી નો-કેશ બોર્ડ લટકેલા જોવા મળે છે. લોકોની સમસ્યાઓને જોતા રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાએ આ મામલે કડક વલણ અપનાવવાનો નિર્ણય લીધો છે.

રિઝર્વ બેન્કે કહ્યું કે ATM ત્રણ કલાક કરતા વધુ સમય ખાલી ન રહેવું જોઈએ. જો ATMમાં કેશ ખતમ થઈ જાય તો ત્રણ કલાકની અંદર અંદર તેમાં નોટ ભરવી પડશે. સૂત્રોના જણાવ્યા મુજબ બેન્કો આમ નહિ કરે તો તેમને દંડ ભરવો પડશે.

બેન્કિંગ સેક્ટરના નિષ્ણાંતોનું માનવુ છે કે કેશ ભરવામાં બેન્કો બેદરકાર રહે છે. જો કે બેન્કના ઉચ્ચ અધિકારીઓ કહે છે કે હાલમાં ATMમાં કેશ ફ્લો બરાબર ચાલી રહ્યો છે. છેલ્લા છોડા દિવસ પહેલા ATMમાં કેશ ન હોવાની ફરિયાદ આવી હતી. તેનું કારણ હતું કે બેન્ક પાસે પૂરતી કેશ નહતી.

ફેડરેશન ઑફ ATM ઈન્ડસ્ટ્રીઝનું જણાવવું છે કે રિઝર્વ બેન્કે બેન્કોને ATM અપગ્રેડ કરવા રહ્યું છે. આનાથી બેન્કોનો ખર્ચ વધી ગયો છે. ATM ઓપરેટ કરવાની પડતર કિંમત વધી જતી હોવાથી બેન્કોએ અનેક ATM બંધ કરી દીધા છે.

કોઈ ATMમાં કેશ છે કે નહિ, તેની જાણકારી બેન્કોને મળતી રહે છે. આટલું જ નહિ, ATMમાં કેટલી કેશ છે, કેટલા સમયમાં ખાલી થઈ જશે તેનો અંદાજ પણ બેન્કને રિયલ ટાઈમ બેસિસ પર આવી જાય છે. ATMમાં એવા સેન્સર લાગેલા હોય છે જે જણાવે છે કેશ ટ્રેમાં કેટલી નોટ છે. નોટની સંખ્યાથી ખબર પડે છે કે ATMમાં કેટલા વખતમાં નોટ જમા કરાવવાની જરૂર પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *