ઊંઝા લક્ષચંડી યજ્ઞ: જો શાહ આવશે તો પાટીદારો ચુપ નહિ બેસે, બની રહ્યો છે આ માસ્ટરપ્લાન

આવનારી 18 થી 26 જાન્યુઆરીએ ઊંઝા ઉમિયા સંસ્થાન ખાતે શ્રી ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞનું ખુબ મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે. તેમાં દેશના વડાપ્ત્રીરધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહીત ભાજપના ઘણા મહાનુભાવોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. પાટીદાર સમજાણી સંસ્થા દ્વારા ભાજપના નેતાઓએ આમંત્રણ અપાતા જ પાટીદાર યુવકોમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો છે. સોશિયલ મીડિયામાં પણ અમિત શાહ “ગો બેક” ની પોસ્ટ ખુબ વાઇરલ થઇ રહી છે ત્યારે હવે અમિત શાહ આવશે તો યુવકોના રોષનો ભોગ બનશે તે નક્કી છે.

આજ રોજ અમિત શાહના વિરોધમાં પાટીદાર યુવાનો લક્ષચંડી હવનની યજ્ઞશાળા નજીક ઉપવાસ પર બેસી ગયા છે. યજ્ઞના આયોજકો દ્વારા ઉપવાસ આંદોલન કરી રહેલા યુવાનો પર દાદાગીરી કર્યાનો વિડીયો વાઇરલ થઇ રહ્યો છે. વિસનગરના યુવાન કૌશિક પટેલ અને અન્ય યુવાનો જે સ્થળે લક્ષચંડી મહાયજ્ઞનો હવન યોજવાનો છે ત્યાં જ ઉપવાસ પર બેસી ગયા હતા.જો કે શાંતિથી ઉપવાસ આંદોલન કરી રહેલા યુવાનો પર સમાજના આગેવાનોએ દાદાગીરી કરીને પોસ્ટર ફાડી નાખ્યા હતા અને અસભ્ય વર્તન કર્યું હતું.

આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા આગેવાનો પર જ શંકા ઉભી થઈ છે. આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો અને મહાનુભાવો માં મોટાભાગના ભાજપના નેતાઓ છે અને યુવાનોનો આરોપ છે કે પાટીદાર સમાજની સંસ્થાએ રાજકારણ કરવા ભાજપના નેતાઓને આમંત્રિત કર્યા છે. ગઈકાલે એક વિડીયો વાઇરલ થયો હતું જેમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન શહીદ થયેલ યુવકના પરિવારજનો ઊંઝા સંસ્થાના મોભીઓને ખરાખરી સંભળાવતા નજરે પડયા હતા.

આક્રોશ સાથે કહી રહયા છે કે પાટીદાર સમાજના યુવાનોને ગોળીએ વીંધી નાખનાર ભાજપ સરકારના નેતાઓને તમે શા માટે આમંત્રિત કર્યા છે. યુવાનો હાલ સોશિયલ મીડિયા પર લખી રહયા છે કે, “માં અમે તૈયાર છીએ, 14 પાટીદારના હત્યારાનું સ્વાગત કરવા”. સોશીયલ મીડિયા ઉપરાંત જાહેર સ્થળો પર પણ અમિત શાહ તેમજ ભાજપના નેતાઓ વિરુદ્ધ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *