ગરમીમાં માટલાનું પાણી પીતા હોય તો ન કરશો આ ભૂલો, નુકસાની પરસેવો છોડાવશે

Summer Tips: ફ્રિજનું પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તેથી,માટલાનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.તો તેના માટે કેટલાક લોકો ઉનાળામાં માટલાનું પાણી પીવાનું…

Summer Tips: ફ્રિજનું પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તેથી,માટલાનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.તો તેના માટે કેટલાક લોકો ઉનાળામાં માટલાનું પાણી પીવાનું પસંદ કરતા હોય છે. માટલામાં પાણી ભરવાથી પાણીમાંથી ગંદકી અને ઝેરી તત્વો પણ દૂર થાય છે. તે વોટર પ્યુરીફાયરની જેમ કામ કરે છે.આથી માટલાનું પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ માટલાનું પાણી પીતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જો તમે માટલામાં રાખેલા પાણીનું યોગ્ય(Summer Tips) રીતે ધ્યાન નથી રાખતા તો તે તમને ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચાડી શકે છે.તો ચાલો જાણીએ ક્યાં નુકશાન શરીરને થઇ શકે છે.

જો તમે ઘડાનું પાણી પીતા હોવ તો આ 4 વાતોનું ધ્યાન રાખો

1. માટલામાં નળ હોય તેવું માટલું પસંદ કરવું
ઘણા લોકો સીધો ગ્લાસ ઘડામાં હાથ નાખીને પાણી પીવે છે, આમ કરવું બિલકુલ યોગ્ય નથી. જ્યારે તમે તમારા હાથ વડે ઘડામાંથી પાણી લેવાનો પ્રયાસ કરો છો, ત્યારે તમારા હાથ અને નખમાં જમા થયેલી ગંદકીને કારણે પાણી ગંદુ અને ખરાબ થઈ જાય છે, જે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. તેથી, હંમેશા ધ્યાનમાં રાખો કે જ્યારે પણ તમે માટલામાંથી પાણી કાઢો ત્યારે સીધો ગ્લાસ ન નાખવો નળની મદદથી લેવું જોઈએ અથવા તો ડોયા વડે લેવું.

2. દરરોજ માટલાની સફાઈ કરી નવું પાણી ભરો
જેમ જેમ માટલામાંથી પાણી પૂરું થઈ જાય છે, ત્યારે તે સરખી રીતે સાફ કરી નવું પાણી ભરવું જોઈએ.આમ નકારવાથી અંદર પુરા પડી શકે છે તેમજ તેમાં હાનિકારક બેક્ટેરિયા વધે છે જે પેટની સમસ્યાઓ, ઈન્ફેક્શન અને ટાઈફોઈડની સાથે અન્ય ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને જન્મ આપે છે.

3. માટલાની ફરતે વીંટાળેલું કપડું દરરોજ સાફ કરો
ઉનાળામાં, લોકો પાણીને ઝડપથી ઠંડુ કરવા માટે માટલાની ફરી બાજુ કપડું વીંટે છે.ત્યારે આ કપડાને રોજ સાફ કરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે મોટાભાગની ગંદકી તેના પર જમા થાય છે. જે ફંગલ અને બેક્ટેરિયલ ઈન્ફેક્શન જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.તેથી દરરોજ તે કાપડને સાફ કરો.

4.પાણી પીયને માટલાને ખુલ્લું ન રાખવું જોઈએ
જ્યારે પણ તમે માટલામાંથી પાણી પીવો ત્યારે તેને ઢાંકવાનું ભૂલશો નહીં, કારણ કે જો ઢાંકવામાં નહીં આવે તો તેમાં ધૂળ અને ગંદકી પ્રવેશી શકે છે. વધુમાં, જંતુઓ પણ પાણીમાં પ્રવેશી શકે છે, જે તમારા પાણીને દૂષિત કરી શકે છે.