જો સરકાર ની વાત નહી માનો તો, ગોળી મારવી પડે તો એ પણ કરીશું: જાણો કોણે કહ્યું

દેશ કોરોના સંક્રમિતોની સંખ્યા 567 થઈ ગઈ છે, અને 11 લોકોના જીવ ગયા છે. કોરોનાના સૌથી વધારે 107 કેસ મહારાષ્ટ્રમાં છે, જ્યારે કેરળ 105 કેસ…

દેશ કોરોના સંક્રમિતોની સંખ્યા 567 થઈ ગઈ છે, અને 11 લોકોના જીવ ગયા છે. કોરોનાના સૌથી વધારે 107 કેસ મહારાષ્ટ્રમાં છે, જ્યારે કેરળ 105 કેસ સાથે બીજા નંબરે છે. ગુજરતમાં 38 કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસના કેસ દેશમાં સતત વધી રહ્યા છે. દેશના 10 થી વધારે રાજ્યોમાં સરકારે લોકડાઉનનું એલાન કર્યું છે. તેમ છતાં લોકો સતત ઘરની બહાર નીકળી રહ્યા છે.આના ઉપર હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સખત પગલાં લેવાનો નિર્ણય કર્યો છે.કે મોદીએ લખ્યું કે લોકો લોકડાઉનનું પાલન નથી કરી રહ્યા, સરકાર કાયદાનું પાલન કરાવડાવે.

વડાપ્રધાન મોદીએ મંગળવારે અડધી રાતે આગામી 21 દિવસો માટે તમામ રાજ્યોમાં લોકડાઉન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે તેલંગણાના મુખ્યમંત્રી કે.ચંન્દ્રશેર રાવે લોકડાઉનનું પાલન ન કરનારા લોકો સામે લાલ આંખ કરી છે. તેલંગણાના મુખ્યમંત્રી કે.ચંન્દ્રશેર રાવે આ આદેશનું પાલન ન કરનારા લોકોને અપીલ સાથે જણાવ્યું છે કે, લોકો લોકડાઉનનું ઉલ્લંઘન ન કરે. અમેરિકામાં આના માટે સેના બોલાવવી પડી હતી. જો સરકારની વાત નહીં માનો તો મજબૂરીમાં ગોળી મારવી પાડવી તો એ પણ કરીશું.

કારણ વગર ઘર બહાર ન નિકળો, નહીંતર પરિણામ ભોગવવું પડશે

આ વાતની ગંભીરતા જાણી તેલંગણાના મુખ્યમંત્રી ચંન્દ્રશેખર રાવે જણાવ્યું હતું કે, રાજ્યના લોકોને હું બહાર નહીં નિકળવાની અપીલ કરુ છું. કોઈ પણ કિંમતે રોડ પર ન દેખાતા. કોઈ પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો, 100 નંબર પર ફોન કરો. ગાડી તમારે ઘરે આવી મદદ કરશે. રાવે લોકોના મદદને અપીલ કરી છે. સાથે જ તેમણે કહ્યું હતું કે, જો લોકો આ વાતને ગંભીરતાથી નહીં લે તો મજબૂરીમાં ગોળી મારવાનો આદેશ પણ આપવામાં આવશે. બાદમાં જરૂર પડશે તો, સેનાને પણ બોલાવીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *