છેલ્લા કેટલાય સમયથી સાઈબર ક્રાઈમ વધી રહ્યા છે. લોકોને ખબર પણ ના હોયને ખાતામાંથી લાખો રૂપિયા બુચ થઈ જતા હોય છે, આ કોઈ નવી વાત નથી આવી કેટલીય ઘટના અત્યાર સુધીમાં સામે આવી ગઈ છે. ઘણા લોકોની આદત હોય છે કે, ગમે ત્યાં અને ગમે તે લોકોને પોતાની ખાનગી માહિતી આપી દેતા હોય છે, જેના કારણે આ લોકો તમારું બેંક ખાતું હેક કરીને બધું ખાલી કરી નાખે છે. આવા લોકોએ અવનવા પેતરા કરીને લોકો પાસેથી તેઓની ખાનગી માહિતી ભેગી કરતા હોય છે. હાલ પણ આવા લોકોએ કોરોના વેક્સીનનો સહારો લીધો છે. લોકોને ફોન કરીને કહે છે કોરોના વેક્સીન માટે તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે અને તમારી પાસેથી તમારી ખાનગી માહિતી માંગશે, આ કીમિયો હાલ આ લોકોએ શરુ કર્યો છે.
નેટ બેન્કીંગ અને ટેકનોલોજીના સમયમાં ઈ-ચિટર્સ નવા નવા પેંતરા શોધી રહ્યા છે. હાલના સમયમાં સમગ્ર વિશ્વના લોકો કોરોનાથી ડરેલા છે અને વેક્સિનેશન થાય તેની આજે દરેક લોકો રાહ જોઈ રહ્યાં છે. આવા સમયમાં વેક્સિનેશન રજીસ્ટ્રેશનના નામે ફોન કરીને આધાર કાર્ડ નંબર મેળવીને ઈ-ચિટિંગ થઈ શકે છે. આવું ના થાય એ કારણોસર લોકો સાવચેત રહે તે માટેની જોગવાઈ કરવામાં આવી છે.
કોરોના સામે વેક્સિનેશન કરવા માટે ‘ડોર ટુ ડોર’ સંપર્ક કરીને નામ નોંધણી કરવામાં આવી રહી છે. અને હવેના સમયમાં કોરોના વેક્સિન કરવા માટે નામ નોંધણી કરાવવા માટે લોકો પર ફોન આવવાના શરૂ થઈ ગયા છે. કોરોના વેક્સિનેશન માટે નામ નોંધણી કરવાનું કહીને આધાર કાર્ડ નંબર માગવામાં આવે છે. અને આધાર કાર્ડ નંબર તમારા માટે કેટલો મહત્વનો છે એ તમે નહિ જાણતા હોવ પણ આ નંબરથી ના થાવનું પણ થઈ શકે છે, કારણ કે આ નંબરમાં તમારી દરેક માહિતી સ્ટોર થયેલી છે.
તમે આધાર કાર્ડનો નંબર આપો એટલે એ લોકો તમારા મોબાઈલમાં આવેલો ઓટીપી માંગે અને આ ઓટીપી આપીને જ લોકો ભૂલ કરી જતા હોય છે. ઓટીપી જણાવો એટલે તમારૂં રજીસ્ટ્રેશન થઈ જશે તેમ તમને કહેવામાં આવે છે. પરંતુ, ઓટીપી નંબર આપો એટલે તમારા બેન્ક એકાઉન્ટમાંથી પૈસા સેરવી લેવામાં આવે તેવું પણ બની શકે છે. અને આ પહેલા પણ આવી ઘણી ઘટનાઓ બની છે.
ઈ-ચિટર્સ આ પ્રકારે તમારા મોબોઈલમાં આવેલો ઓટીપી નંબર મેળવીને ચિટિંગ કરતાં આવ્યાં છે. અને આવી ઘટના પહેલા પણ સામે આવી ચુકી છે. સાયબર ક્રાઈમના સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી તો કોરોના વેક્સિનેશન રજીસ્ટ્રેશનના નામે ચિટિંગ થયાનો કિસ્સો પોલીસ સુધી પહોંચ્યો નથી. પરંતુ, આ પ્રકારે ઈ-ચિટિંગ થઈ શકે છે. પંરતુ આવું કોઈ લોકો સાથે ન થાય એ માટે આ જોગવાઈ કરવામાં આવી છે, જેનાથી લોકો આ ફ્રોડનો શિકાર ન બને. કોરોના વેક્સિનેશનનું રજીસ્ટ્રેશન ફોન પર કરાતું નથી એટલે આવા ફોન આવે ત્યારે તમારી બેન્કીંગ, આધાર કાર્ડ કે અન્ય વિગતો ન આપો તે હિતાવહ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle