જુનાગઢ(Junagadh) વિશે તો સૌ કોઈ જાણે જ છે. ત્યાં દર વર્ષે લાખો પ્રવાસીઓ ફરવા જતા હોય છે. ત્યારે કોઈ પણ જગ્યાએ ફરવા જતા હોય, તો ત્યાં જમવાનો ખર્ચો ખુબ જ વધી જતો હોય છે. તમ છતાં પણ ઘર જેવું જમવાનું મળી શકતું નથી. એવામાં જો તમે જુનાગઢ જવાનું વિચારી રહ્યા હોય તો, તમારા માટે જ એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. જાણવા મળ્યું છે કે, જૂનાગઢમાં માત્ર 80 રૂપિયામાં જ ઘર જેવું જમવાનું મળી રહે છે. એ પણ અનલીમીટેડ… તો ચાલો જાણીએ.
મળતી માહિતી અનુસાર, જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં બાલુકૃપાની સામે ગુરુકૃપા રેસ્ટોરન્ટ આવેલું છે. જ્યાં માત્ર અને માત્ર 80 રૂપિયામાં જ અનલીમીટેડ ગુજરાતી થાળી મળે છે. ત્યાં દરરોજ કેટલાય લોકો ભોજન માટે આવે છે. અહીં, સમગ્ર પરિવાર દ્વારા આ રેસ્ટોરન્ટ ચલાવવામાં આવે છે. તેમના પરિવારમાં માતા-પિતા તેમજ ત્રણ બહેનો દ્વારા આ રેસ્ટોરંટ ચલાવવામાં આવે છે. ખાસ વાત તો એ છે કે, તેમનો આ બીઝનેસ પરંપપરાથી ચાલ્યો આવે છે.
તેમના પરિવારમાં ત્રણ બહેનોમાંથી એક બહેન ભાત, તો બીજી બહેન દ્વારા દાળ જયારે ત્રીજી બહેન દ્વારા રોટલીઓ બનાવવમાં આવે છે. અહીં દરરોજની 200થી 300 જેટલી રોટલીઓ બનાવવામાં આવે છે. જમવામાં દાળ, ભાત, બે પ્રકારના શાક જેવા કે, સેવ ટામેટા તેમજ રીંગણ બટેટા, આચાર, છાશ તેમજ પાપડ પણ આપવામાં આવે છે. તેથી જો તમે પણ જુનાગઢ જાવ તો આ જગ્યાની મુલાકાત લેવાનું ચુકતા નહિ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.