શું તમારી પાસે પણ છે આ 1 રૂપિયાનો આ સિક્કો? તો તમે રાતોરાત બની શકો છો લાખોના માલિક

આજકાલ જૂની વસ્તુઓ ઓન્લીને વેચીને રૂપિયા કમાવવાનો ક્રેઝ વધી રહ્યો છે. તમે વિચારી પણ નહીં શકો કે, કોઈ સમયે જૂની ચીજો આપણને અચાનકથી અમીર બનાવી શકે છે. હાલ આપના ઘરમાં પડેલા જૂના સામાનની ડિમાન્ડ બજારમાં એટલી વધુ છે કે, આપને તેના બદલામાં ઇચ્છિત રકમ પણ મળી શકે છે.

જો તમારી પાસે પણ જૂના સિક્કા પડ્યા છે તો તમે કરોડપતિ બની શકો છો. કેટલાક લોકોને જૂનો સામાન સંભાળીને રાખવાની આદત કે પછી શોખ હોય છે. હવે એક રૂપિયાનો આ સિક્કો તમારી કિસ્મત બદલી શકે છે અને તમે ઘરે બેઠા કરોડપતિ બની શકો છો.

આજે અમે તમને આવા જ એક સિક્કા વિશે જણાવી રહ્યા છીએ. જેમાં કેવી રીતે ફક્ત એક ક્લિકથી તમે કરોડપતિ બની શકો છો. ઇ-કોમર્સ સાઇટ Quickr પર મહારાણી વિક્ટોરિયાનો વર્ષ 1862નો સિક્કો વેચાઈ રહ્યો છે. જણાવી દઈએ કે, આ વેબસાઇટ પર આ સિક્કો 1.5 લાખ રૂપિયા સુધીમાં વેચાઈ રહ્યો છે. વર્ષ 1862માં બનેલો એક રૂપિયાનો ચાંદીનો સિક્કો દુર્લભ સિક્કાઓની શ્રેણીમાં આવે છે. તેનાથી તમે દોઢ લાખ રૂપિયા સુધીની રકમ કમાઈ શકો છો.

નોંધનીય છે કે, ભારતમાં અનેક લોકોને મહારાણી વિક્ટોરિયાના સિક્કાઓની ખરીદી કરવાનું પસંદ હોય છે. અનેક લોકો દિવાળી, અખા ત્રીજ જેવા શુભ મુહૂર્ત પર આવા સિક્કાની ખરીદી કરતા હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી દેશમાં અનેક સિક્કાઓને બનાવવાનું કામ બંધ થઈ ગયું છે. જેના કારણે આ સિક્કાની કિંમત ઘણી વધી ગઈ છે.

જો તમારી પાસે પણ એક રૂપિયાનો આવો દુર્લભ સિક્કો છે અને તમે તેને વેચવા માંગો છો. તો તમારે ઇ-કોમર્સ વેબસાઇટ Quickr પર જવું પડશે. અહીં સૌથી પહેલા તમારે સાઇટ પર એક ઓનલાઇન વિક્રેતા (Seller) તરીકે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યારબાદ સિક્કાની એક તસવીર સાઇટ પર અપલોડ કરો. જો તમે પણ ભાગ્યશાળી છો તો ખરીદનાર સીધો તમારો સંપર્ક કરશે. પછી તમે પેમેન્ટ અને ડિલીવરીની શરતો મુજબ તમારો સિક્કો વેચી શકો છો. અને ઘરબેઠા લાખો કમાઈ શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *