તમે જાણતા હશો કે આજકાલ પેટ્રોલ પંપો પર ગોટાળાની ઘટના ખુબ વધી ગઈ છે. તમારી નજર સામે કેવી રીતે પેટ્રોલ નો ગોટાળો કરી લે છે તેની આપણને કોઈ ને પણ જાન રહેતી નથી. પણ આનાથી બચવા આપણે શું કરી શકીએ ? પરતું આ સવાલનો જવાબ હવે મળી ચુક્યો છે.
બધા જ પેટ્રોલ પંપો પર થનાર ગોટાળાથી બચવા માટે આઈ.આઈ.ટી.ના વિદ્યાર્થીઓએ એક એવુ ઉપકરણ બનાવ્યુ છે, જે એ જણાવશે કે વાહનની ટાંકીમાં કેટલુ પેટ્રોલ ગયુ. તેની નોટીફિકેશન/નોંધ મોબાઈલ પર આવી જશે. આઈ.આઈ.ટી.ના વિદ્યાર્થીઓએ પ્રોફેસર નચિકેતા તિવારીના માર્ગદર્શનમાં આ ફ્યૂલ ક્વાંટીફાયર ડિવાઈસને બનાવ્યું છે. અને આ ડિવાઈસ એક સફળ યંત્ર તરીકે સાબિત થશે.
પેટ્રોલ પંપવાળાઓના ગોટળા પકડવા હવે ખૂબ જ સરળ હશે. આઈઆઈટીના પ્રોફેસર નચિકેતાએ જણાવ્યું કે ફ્યૂલ ક્વાંટીફાયર ડિવાઈસ કોઈ પણ કાર, મોટરસાઈકલ, સ્કૂટર, સ્કૂટીમાં લાગી શકે છે. ખાસ વાત એ છે કે આ ડિવાઈસને લગાવવા માટે વાહનમાં કોઈ પરિવર્તન કરવાની જરૂરીયાત નહીં પડે.
પેટ્રોલ ટેન્કમાં જ આ ડિવાઈસને ફિટ કરવામાં આવશે જેની મદદથી એ જાણકારી મળી જશે કે કેટલુ પેટ્રોલ ગાડીની અંદર ગયુ. તેની નોટીફિકેશન મોબાઈલ પર આવી જશે. તેનાથી ગ્રાહક પેટ્રોલ પંપ પર લાગેલા મીટર અને મોબાઈલમાં આવેલા ડેટાને મેચ કરી શકે છે. આ ડિવાઈસ બ્લૂટૂથ સાથે કનેક્ટ હશે, જેના કારણે નોટીફિકેશન મોબાઈલ પર મળશે.
પ્રોફેસર નચિકેતાએ કહ્યું કે તેમની ગાઈડેન્સમાં પીએચડી, એમટેકના વિદ્યાર્થીઓએ ડિવાઈસ બનાવ્યું છે. તેને બનાવવામાં લગભગ આઠ મહિનાનો સમય લાગ્યો છે. તેના પેટેન્ટ માટે આવેદન કરી દીધુ છે. ઝડપથી આ માર્કેટમાં ઉપલબ્ધ થશે. તેની કિંમત ખૂબ વધારે નથી થતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.