ત્રિશુલ ન્યુઝ ના ખબરની અસર: રોકડ લઈને નોકરી અપાવતા GSRTC ચેરમેનને બરતરફ કરાયા

વડોદરા(Vadodara): હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો ખુબ જ વાઈરલ થઇ રહ્યો છે. જેમાં પ્રદેશ એસટી મોરચાના ભાજપના ઉપાધ્યક્ષ જશુભાઇ ભીલ કંડક્ટરની ભરતી માટે રોકડ લઈને નોકરી અપાવતા જોવા મળી રહ્યા છે. જશુભાઇ ભીલ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહનના ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે. જે તે સમયે એસટીમાં નોકરી અર્થે એક યુવાન પાસે 16 મે, 2018માં નાણાકીય વહીવટ થયો હોય તેવો 2 વર્ષ જૂનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઇ છે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના આદેશથી જશુ ભીલને શિસ્તભંગ ભંગ બદલ ભાજપમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં ભરતીમાં ભ્રષ્ટાચાર મામલે વધુ એક નેતાનો વિડીયો વાયરલ થતા વિવાદના વમળ પેદા થયા હતાં. સોશિયલ મીડિયામાં ભાજપના પૂર્વ અગ્રણીનો કથિત વીડિયો વાયરલ થતા જ છોટા ઉદેપુર પંથકમાં ખળભળાટ વ્યાપી ગયો છે. આ આખીય ઘટનામાં ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ જશુભાઈ ભીલ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવાયો છે. જેને પગલે ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં આવી ગઈ છે. વિડીયો વાયરલ થયા બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે  અનુ. જન જાતિ મોરચામાંથી છ વર્ષ માટે બરતરફ કર્યા છે.

ભાજપનાં પૂર્વ નેતા જશુભાઈ ભીલનાં કથિત ભ્રષ્ટાચારનો વિડીયો વાયરલ થતા ગાંધીનગર સુધી તેના પડઘા પડે તેવી સંભાવનાઓને નકારી શકાતી નથી. જસુભાઈ ભીલ અગાઉ એસ.ટી. નિગમમાં  ડિરેકટર રહી ચૂક્યા છે. તેઓના ડીરેક્ટર પદ વખતે, તેઓએ એસ.ટી બસના કંડકટર ભરતી માટે નાણા પડાવ્યાનો ઉલ્લેખ આ વિડીયોમાં કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટના ત્યારે ભાર આવી જ્યારે ભરતીમાં નામ ન આવતા એક ઉમેદવાર નાણા પરત લેવા પહોચ્યો હતો.તો જશુભાઈ ભીલે  ઉમેદવાર પાસેથી લેવાયેલી રકમ  ઉચ્ચ કક્ષાએ આપ્યા હોવાનો કર્યો દાવો કર્યો છે. આ ઉચ્ચ કક્ષા એટલે કોણ ? તેનો ખુલાસો થતા જ કેટલાય મોટા માથાઓ સંડોવાય તેવી આશંકા પ્રવર્તી રહી છે. હવે જોવાનું એ રહે છે કે, જશું ભીલે આ નાણા કોણે -કોણે આપ્યા છે. કેટલી વખત અને કેટલા નાણા આપ્યા છે? તેનો ખુલાસો રાજ્ય સરકાર કરાવી શકે તેમ છે કે કેમ ? તેના પર આધાર રાખે છે.

વાઇરલ થયેલા વીડિયોમાં એસટી નિગમમાં નોકરી અર્થે જિલ્લાના કદવાલ ગામના યુવાન સમદ મકરાણીએ 4 વર્ષ પહેલાં નાણાકીય લેવડ-દેવડ કરી છતાં નોકરી મળી નહીં તેવી ચર્ચાઓ થઈ છે. યુવાન સમદ મકરાણીએ જણાવ્યું હતું કે, 2018ની કંડક્ટરની ભરતીમાં મેં ફોન ભર્યું હતું. જેમાં જશુભાઇ ભીલને કલેક્ટરના ઓર્ડર માટે મેં 40 હજાર રૂપિયા આપ્યા હતા. મને ન્યાય મળ્યો નથી. હું 2020માં તેમને મળવા ગયો તેનો વીડિયો મે સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો છે. મારા 40 હજાર રૂપિયા મને પાછા મને પાછા મળે તેવી મારી માંગ છે. હું તો છેતરપિંડીનો ભોગ બની ગયો છું, પણ કોઇ ગરબી વ્યક્તિ છેતરપિંડીનો ભોગ ન બને તે માટે સરકાર અમને ન્યાય અપાવે તેવી અમને આશા છે.

વીડિયોમાં થયેલી ચર્ચા મુજબ યુવાને જશુભાઈને પ્રશ્ન પૂછ્યો હતો કે, એસટી નિગમમાં નોકરી અર્થે 16 મે,2018માં આપેલા પેમેન્ટને 2 વર્ષ થઈ ગયા છતાં કશું થયું નહીં. મેં તો વ્યાજે પૈસા લાવીને તમને આપ્યા હતા. જેના જવાબમાં જશુ ભીલ જણાવી રહ્યા છે કે, કોરોના આવી જતાં લોકડાઉન થઈ જતાં કશું થયું નથી. મેં પણ જેમને પૈસા આપ્યા હતા તેમની પાસેથી લઈ આવું. એસટી નિગમની ઓફિસો ખૂલે એટલે પૈસા લઈ આવીશ. તમે બધું ભાષણ કરશો તો હું કશું કરી શકું નહીં. 2 વર્ષ જૂનો આ વીડિયો હાલ વાઇરલ થતાં સમગ્ર રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *