પાકિસ્તાનમાં સત્તારૂઢ ઇમરાન સરકારની પરેશાનીઓ વધતી જાય છે કારણ કે ઇમરાનના રાજીનામાની માંગને લઇને ઇસ્લામાબાદ પહોંચેલા આઝાદી મોરચાના પ્રદર્શનકારી ઓછામાં ઓછા દસથી પંદર દિવસ સુધી રાજધાનીમાં ટકી કરવાના મૂડમાં છે.
પાકિસ્તા માં ઈમરાન સરકારને સત્તા પરથી હટાવવા માટે આઝાદી માર્ચ અને દેશવ્યાપી ધરણા બાદ હવે આંદોલનના આગામી ચરણ પર વિચાર કરવા જમિયતે ઉલેમાએ ઈસ્લામ-એફ (જેયુઆઈ-એફ)ના પ્રમુખ મૌલાના ફઝલુર રહેમાને સંમેલન મંગળવારે ઈસ્લામાબાદમાં થશે અને તેમાં નવ પ્રમુખ વિપક્ષી દળોના નેતાઓને સામેલ થવા માટે નિમંત્રણ મોકલવામાં આવ્યું છે. ફઝલુર રહેમાને વિપક્ષી દળોના અનેક મોટા નેતાઓની સાથે સાથે પાકિસ્તાન પિપલ્સ પાર્ટીના ચેરમેન બિલાવલ ભુટ્ટો જરદારી સાથે વાત કરીને તેમને સંમેલનમાં આવવા આમંત્રણ આપ્યું છે.
જમીયતે ઉલેમા-એ-ઇસ્લામ-એફના નેતા મૌલાના ગફૂર હૈદરીએ કહ્યું છે કે, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) ના હવે ગણતરીના દિવસો જ બાકી છે, કારણકે લોકો આ શાસનથી કંટાળી ગયા છે. સીનેટના પૂર્વ ઉપાધ્યક્ષે પાર્ટીની એક રેલીની સંબોધિત કરતાં કહ્યું કે, દેશમાં ઉદ્યોગ બંધ થઈ રહ્યા છે અને અર્થવ્યવ્સ્થા ધ્વંસ્ત થવાની તૈયારીમાં છે, હૈદરીએ કહ્યું કે, લાખો લોકોની નોકરીઓ જતી રહી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, વર્ષ 2020 માં આ સરકારનો અંત થઈ જશે.
JUI-F ના નેતાએ કહ્યું કે, પીટીઆઈ સરકાર ચૂંટણીઓમાં ગફલાં કરીને સત્તામાં આવી છે અને તે દેશને ચલાવી શકતી નથી, કારણકે સંઘીય મંત્રિમંડળના મોટાભાગના સભ્ય લોકો માટે કામ કરવાની જગ્યાએ ખોટા વાયદાઓ કરવામાં જ વ્યસ્ત છે, તેમણે કહ્યું કે, વડાપ્રધાન ઈમરાન ખાને દાવો કર્યો હતો કે, 2020 નોકરીઓનું વર્ષ હશે, જ્યારે તેમના કાર્યકાળ દરમિયાન લાખો લોકોની રોજગારી છીનવાઇ ગઈ છે.
હૈદરીએ રાષ્ટ્રીય જવાબદેહી બ્યૂરો (NAB) ના અધ્યક્ષ ન્યાયમૂર્તિ જાવેદ ઈકબાલને ભ્રષ્ટાચારમાં લિપ્ત સત્તા પક્ષના લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો છે, તેમણે કહ્યું, પીટીઆઈ સરકારે રાજકિય અત્યાચાર માટે એક હથિયાર બનવાની જગ્યાએ એનએબીને તટસ્થ રહેવાની જરૂર છે.
હૈદરીએ કહ્યું કે, રક્ષા મંત્રી પરવેજ ખટ્ટક ખૈબર-પખ્તૂનખ્વાની મોટી પરિયોજનાઓમાં ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહ્યા છે, પરંતુ એનએબી મંત્રીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં અસમર્થ છે.
તો બલૂચિસ્તાનથી પીટીઆઈના નેતા બાબર યૂસુફજઈએ કહ્યું કે, તેમની પાર્ટીની સરકાર વિપક્ષના દાવાઓ વિરૂદ્ધ તેમના પાંચ વર્ષના કાર્યકાળને પૂરી કરશે, તેમણે કહ્યું, પાકિસ્તાનન અલોકોએ ગત ચૂંટણીમાં વડાપ્રધાન ઈમરાન ખાન પર વિશ્વાસ મૂક્યો, પરંતો કેટલાક રાજનેતાઓ આ ઈમાનદાર સરકારને પચાવી શકતા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.