હવે ટૂંક સમયમાં ગુજરાત રાજ્યમાં સ્થનિક સ્વરાજની ચુંટણી યોજવા જઈ રહી છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થયા પછી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી શરુ થાય તે પહેલાથી જ રાજ્યમાં તોડ-જોડની રાજનીતિ શરૂ થઇ ગઈ છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપની સાથે જોડાઈ રહ્યા છે, તો ક્યાંક ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસની સાથે જોડાઈ રહ્યા છે. ત્યારે ડાંગમાં ભાજપના કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનોએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. વનમંત્રી ગણપત વસાવાએ તમામ કોંગ્રેસી આગેવાનોને ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા હતા.
દક્ષીણ ગુજરાતમાં આવેલ ડાંગના સુબીરમાં વનમંત્રી ગણપત વસાવાની હાજરીમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુબીરના પૂર્વ તાલુકા પ્રમુખ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો સહિત 100 કરતા વધારે કાર્યકર્તાઓએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. મહત્ત્વની વાત છે કે, રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતે પણ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. ત્યારબાદ જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ચંદર ગામીત અને તેમના સમર્થકો ભાજપમાં જોડાયા હતા. ડાંગને કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો પરંતુ હવે ભાજપે કોંગ્રેસના ગઢમાં મોટા-મોટા ગાબડા પડ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ ડાંગના અનેક ગામમાં સરપંચો પણ ભાજપની સાથે જોડાયા છે.
મંત્રી ગણપત વસાવાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અનેક કોંગ્રેસના કાર્યકર્તાઓએ આજે કોંગ્રેસની નીતિ-રીતીથી, કોંગ્રેસમાં આદીવાસી સામાજના કામ ન થવાના કારણે, કોંગ્રેસમાં આદિવાસી સમાજનો વીકાસ ન થવાના કારણે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મુક્યો છે. એટલે જ સુબીર તાલુકાનું અંદર 100 જેટલા કાર્યકર્તાઓએ કોંગ્રેસના સાથે છોડીને આજે ભાજપની સાથે આવ્યા છે.
સુબીર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ યશોદા રાઉતે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકામાં જ્યારે અવિશ્વાસની દરખાસ્ત થઈ હતી. તે સમયે કોંગ્રેસના ત્રણ સભ્યોએ મને ટેકો આપીને પાલિકાનું પ્રમુખ બનાવી હતી. આ ઉપરાંત કોંગ્રેસમાં વિકાસના કામો ન થતા હોવાના કારણે હું હવે ભાજપમાં જોડાઈ છું. હવે ભાજપમાં જ રહીશ તેવી ખાતરી આપું છું અને હવે ભાજપમાં જ રહીને વિકાસના કામ કરીશું.
વનમંત્રી ગણપત વસાવાનું સન્માન લોકો દ્વારા શરણાઈ અને ઢોલના તાલે કરવામાં આવ્યું હતું. વનમંત્રી ગણપતિ વસાવાની હાજરીમાં પણ સામાજિક અંતરના નીયોમોના ધજાગરા થયા હતા. આ ઉપરાંત મંત્રી ગણપત વસાવા પણ માસ્ક પહેર્યા વગર સ્ટેજ પર બેસેલા જોવા મળ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle