સમગ્ર ભારત દેશમાં કોરોનાનો કહેર ફેલાવાને અટકાવવા માટે ભારત સરકાર દ્વારા અલગ-અલગ તબક્કામાં 2 મહિના લાંબું લોકડાઉન જાહેર કરાયું હતું, કોરોનાથી મળેલા લોકડાઉનના કારણે ઘણા લોકોની નીકરી દાવ પર લાગી હતી અને ઘણાને છુટા પણ કરી દેવામાં આવ્યા હતા. કોરોનાની કહેર વચ્ચે ગુજરાત માટે ખુશીના સમાચાર આવ્યા છે. દેશમાં રોજગારી આપવામાં ગુજરાત સૌથી પ્રથમ ક્રમે આવનારું રાજ્ય બની ચુક્યું છે. ગુજરાતમાં બેરોજગારીનો દર 3.4% રહ્યો છે. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત ઘણું જ આગળ છે જ્યારે તેલંગાળાણાનો ક્રમ રોજગારી આપવામાં ઘણો જ પાછળ રહ્યો છે. અને તેને છોડી ગુજરાત આગળ આવી ગયું છે.
એક સર્વે કરવામાં આવ્યો હતો તે અનુસાર આ માહિતી બહાર આવી છે. પીરિયોડિક લેબર ફોર્સ સર્વેમાં સામે આવ્યું છે કે, ગુજરાત નીચા બેરજગારી દર સાથે રોજગારી આપવામાં ટોપ પર રહ્યું છે. આ સર્વેમાં સામે આવેલી વિગતો પ્રમાણે શહેરી વિસ્તારોમાં 59 વર્ષ સુધીની વય જૂથમાં ગુજરાત રોજગારી આપવામાં સૌથી આગળ રહ્યું છે. બેરોજગારીનો દર રાજ્યમાં ઘટવાની સાથે પાછલા વર્ષનો રેકોર્ડ પણ તૂટ્યો છે.
ગયા વર્ષે પણ ગુજરાત રાજ્ય સૌથી ઓછા બેરોજગાર સાથે 4.5% સાથે ટોચ પર રહ્યું હતું. અને હાલના ચાલુ વર્ષમાં પણ આગળ જ છે. આ પ્રગતિ પાછળ ગુજરાત રાજ્યની નીતિઓ ઉપયોગી સાબિત થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેમાં સરળ નીતિઓ, ત્વરિત લોન સહાય, લેબર રિફર્મ્સ અને ઉદ્યોગ સંસ્થાપનમાં સરળતા જેવા મુદ્દાઓને મહત્વના માનવામાં આવી રહ્યા છે. ગુજરાતની સરખામણીમાં દેશના બાકી રાજ્યો ઘણા અલગ પડી રહ્યાનું સામે આવી રહ્યું છે.
ગુજરાતમાં ગયા વર્ષના રેકોર્ડને તોડીને આ વર્ષ દરમિયાન 3.4% બેરોજગારીના દર સાથે ટોચ પર રહ્યું હતું ત્યારબાદ કર્ણાટક (5.3%), મહારાષ્ટ્ર (6.6%), તામિલનાડુ (7.2%), આંધ્રપ્રદેશ (7.8%), હરિયાણા (9%), કેરળ (11%) અને તેલંગાળા (11.5%) ઉતરતા ક્રમમાં આવે છે. રોજગારીનો આ સર્વે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ સ્ટેટેસ્ટીક એન્ડ પ્રોગ્રામ ઈમ્પલીમેન્ટેશનના નેશનલ સ્ટેસ્ટીકલ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news